Western Times News

Gujarati News

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સે બ્રેઈલમાં ભારતની પ્રથમ ઈન્સ્યોરન્સ પોલિસી લોન્ચ કરી

–          ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત સ્પેશિયલ કેર ગોલ્ડનું બ્રેઈલ વર્ઝન લોન્ચ કર્યુંજે 40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે

–          ઈન્સ્યોરન્સ સેક્ટરમાં દ્રષ્ટિહિન લોકો માટે આવકની તકો સાથે સશક્ત બનાવતી લાંબા ગાળાની ઈન્ક્લુઝિવિટી અને વૈવિધ્ય પહેલ લોન્ચ કરી.

મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2024ભારતની અગ્રણી રિટેલ હેલ્થ ઈન્સ્યોરર સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કો. લિ. (સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ)એ આજે બ્રેઈલમાં ઈન્ડસ્ટ્રીની પ્રથમ ઈન્સ્યોરન્સ પોલિસી રજૂ કરવાની જાહેરાત કરી છે. જે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સની સુલભતા અને સમાવેશકતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ દ્રષ્ટિહિન અને ઓછું દેખતાં લોકોને તેમના આરોગ્ય અને નાણાકીય બાબતોમાં સ્વતંત્ર નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરે છે.

સ્ટાર હેલ્થે ભારતમાં 34 લાખ દ્રષ્ટિહિન લોકો માટે આવકની તકોમાં વધારો કરવાની સાથે આર્થિક રીતે સશક્ત બનાવવા વૈવિધ્યસભર અને નાણાકીય સમાવેશકતા સમર્થિત પહેલ પણ શરૂ કરી છે. તે સમાજના આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને તાલીમ આપી કુશળતામાં વધારો કરવા પ્રતિબદ્ધ છે, જેથી તેના સમર્થનથી તેઓ કંપનીના હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરવા સક્ષમ બનશે. આ પહેલની ખાસિયત એ છે કે, તેઓ આસપાસ પારિવારિક માહોલમાં પોતાની ક્ષમતાના આધારે કામ કરી શકશે અને તેમના જીવનની સંભાળ સ્વંય પોતે રાખી શકશે.

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી આનંદ રોયે જણાવ્યું હતું કે, “અમે બ્રેઈલમાં સ્પેશિયલ કેર ગોલ્ડ પોલિસી લોન્ચ કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ. સમાજના તમામ વર્ગોમાં સમાન ધોરણે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રદાન કરવાના અમારા મિશનમાં આ નોંધપાત્ર સિદ્ધિ છે. આ પોલિસી પારંપારિક ઈન્સ્યોરન્સ કરતાં અલગ દિવ્યાંગોને જરૂરિયાત મુજબ વ્યાપક સમર્થન અને કવરેજ આપવાની ખાતરી આપવાની પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલી છે. અમારો ઉદ્દેશ ઈન્સ્યોરન્સ સેક્ટરને વધુ ઈન્ક્લુઝિવ બનાવવાનો છે. જે ખાસ કરીને ભારતમાં 34 મિલિયન દ્રષ્ટિહિન લોકોને ટેકો આપવાનો છે.

ઈરડાના ઈન્સ્યોરન્સ ફોર ઓલ વિઝનને સંરેખિત અમે ગુણવત્તાયુક્ત હેલ્થ ઈન્સ્યોરન્સ જ નહીં, પરંતુ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને હંમેશાથી અવગણવામાં આવેલ લોકો માટે ટકાઉ આવક ઉપાર્જિત કરવાની તકો સર્જવાની ખાતરી આપીએ છીએ. અને આ પહેલનો પ્રચાર કરવા માટે સમાજમાં ડાયનેમિક ફોર્સ શ્રીકાંત બોલ્લા કરતાં વધુ સારુ કોણ છે?

બોલ્લાંટ ઈન્ડસ્ટ્રીના  સીઈઓ શ્રી શ્રીકાંત બોલ્લાએ જણાવ્યું હતું કે, “દિવ્યાંગો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો અનુભવ કરનાર વ્યક્તિ તરીકેહું આ ઈન્ડસ્ટ્રીની સૌપ્રથમ સમાવેશી પહેલ બદલ સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સને બિરદાવું છું. સ્પેશિયલ કેર ગોલ્ડ એ માત્ર બ્રેઈલમાં ઈન્સ્યોરન્સ પોલિસી નથીતે સશક્તિકરણ અને સમાન તકનો સંદેશ છે.

તે સ્વીકારે છે કે દિવ્યાંગોને પણ સ્વાસ્થ્ય સુરક્ષાનો એટલો જ અધિકારી છેજેટલો સામાન્ય વ્યક્તિને. તે આપણા સમાજમાં સાચા સમાવેશ તરફ એક નોંધપાત્ર પગલું છે. મારો પરિવાર અને હું સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ગ્રાહહકો છીએતેનો અમને ગર્વ છે. અને હવે હું સ્ટાર હેલ્થ સાથે લાયસન્સ ધરાવતો હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ બન્યો છું. જે લોકોને નિર્ણાયક ટેકાની જરૂર હોય તેવા લોકો સુધી પહોંચી તેઓને પોતાનું ભાગ્ય ઘડવામાં મદદ કરવા બદલ ઉત્સુક છું.”

બોલ્લાટ ઈન્ડસ્ટ્રીઝના દ્રષ્ટિહિન ફાઉન્ડર ને ચેરમેન અને આંત્રપ્રિન્યોર અને પ્રચલિત ઉદ્યોગપતિ શ્રી શ્રીકાંત બોલ્લા, સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી આનંદ રોય સાથે લોન્ચિંગ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.

સ્પેશિયલ કેર ગોલ્ડ પોલિસી પર્સન વિથ ડિસેબિલિટીસ-દિવ્યાંગ (પીડબ્લ્યૂડી)ની યુનિક જરૂરિયાતોને પહોંચી વળવા ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. 2017માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નોંધ્યું હતું કે, ભારતમાં 34 મિલિયન લોકો અર્થાત કુલ વસ્તીના 2.5 ટકા લોકો દ્રષ્ટિહિન છે. 2022ના ઈન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેમોલોજીના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, દ્રષ્ટિહિનતાના કારણે દેશની ઉત્પાદક્તામાં રૂ. 646 અબજનું નુકસાન થાય છે.

જેમાં માથાદીઠ રૂ. 9192ની ખોટ થઈ રહી છે. આ પોલિસી હાંસિયામાં ધકેલાઈ ગયેલા ગ્રાહકોને વ્યાપક અને ઈન્ક્લુઝિવ હેલ્થ કવરેજ માટેની જરૂરિયાતોને સંબોધિત કરે છે. સ્પેશિયલ કેર ગોલ્ડ સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સની તમામ માટે ખાસ કરીને જેની અવગણના કરવામાં આ હોય તેવા લોકો માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેર પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ આ નવી ભરતીને સંપૂર્ણપણે ફંડેડ પરિક્ષાની તૈયારીઓ, ઓડિયો તાલીમ અને પીડબ્લ્યૂડી માટે પરિક્ષામાં લખાણની વ્યવસ્થા સહિત વ્યાપક સહાય પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે. એજન્ટ્સને સહાય પ્રદાન કરવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સમર્પિત હોટલાઈન નંબર રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને તેમની અનુકૂળતા મુજબ અને તેમના ઘરેથી જ કામ કરવાની સુલભતા પ્રદાન કરે છે. જે તેમની જરૂરિયાતો અનુસાર, અપનાવવા અને આવક ઉપાર્જિત કરવા સક્ષમ બનાવે છે.

સ્પેશિયલ કેર ગોલ્ડ પોલિસીનું બ્રેઈલ વર્ઝન નેશનલ એસોસિએશન ઓફ બ્લાઈડ (એનએબી) સાથે જોડાણમાં તૈયાર કરવામાં આવ્યું હતું. પોલીસી 40 ટકા કે તેથી વધુ શારીરિક, સંવેદનાત્મક અથવા જ્ઞાનાત્મક ક્ષતિઓ જેવી દિવ્યાંગતા ધરાવતાં  વ્યક્તિઓ માટે છે. જેમાં મેડિકલ સારવાર અને સંબંધિત સેવાઓ કવર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.