Western Times News

Gujarati News

‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ’

મુંબઈ, પેરેલલ સિનેમાના પ્રસંશકોમાં ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’ ફિલ્મ કલ્ટ ફિલ્મ તરીકે ઓળખાય છે. તેના બંને ભાગના કલાકારોનો અભિનય તો લોકના મનમાં વસી જ ગયો છે, સાથે એવા ઘણા ડાયલોગ્ઝ છે જે ફિલ્મની રિલીઝના દસ વર્ષ પછી પણ તેના ફૅન્સને શબ્દસહ યાદ છે અને તેના મીમ્સ પણ ખૂબ બને છે.

હવે આ ફિલ્મો રીરિલીઝ કરવામાં આવી રહી છે. સાથે જ તેના ફૅન્સ માટે અન્ય એક ખુશીના સમાચાર એવા છે કે તેની ટીમ દ્વારા એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે, જેને હાલ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ’ નામ આપવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી. હવે જ્યારે ગેંગ્સ ઓફ વાસેપુરના મેકર્સ જ્યારે આ સિરીઝ બનાવી રહ્યા છે, તો ફૅન્સ ખરા ઇન્ડ્યિન ગેંગ્સ્ટર ડ્રામા ફરી જોવા મળે તેની આશા રાખી રહ્યા છે. બાર વર્ષ પછી જાણીતા પ્રોડ્યુસર સુનિલ બોહરા અને રાઇટર અખિલેશ જયસ્વાલ ફરી એક સાથે આવી રહ્યા છે.

આ સિરીઝ પણ બિહારની અંધારી આલમ પર આધારીત હશે. જેમાં બિહારના પાબ્લો એસ્કોબાર, જેની અસર અને જેનો પ્રભાવ દર્શકો પર લાંબો સમય રહી જાય તેવા જટિલ અને શક્તિશાળી પાત્રો આ સિરીઝમાં જોવા મળશે.

બે વર્ષથી આ સિરીઝ પર કામ ચાલી રહ્યું છે. તેના દરેક પાસા પર બારિકીથી ધ્યાન આપીને કામ થઈ રહ્યું છે, જેથી ગેંગ્ઝ ઓફ વાસેપુરના સ્તરની સિરીઝ બનાવી શકાય. હાલ તેનું પ્રિ પ્રોડક્શનનું કામ ચાલે છે, વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં આ સિરીઝનું શૂટ શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.