Western Times News

Gujarati News

ક્રોસ લિમિટેડનો આઇપીઓ 9મી સપ્ટેમ્બરે ખુલશેઃ પ્રાઇસ-બેન્ડ રૂ. 228થી રૂ.240

અમદાવાદ, ક્રોસ લિમિટેડ (કંપની”) નું પ્રારંભિક જાહેર ભરણું 9 સપ્ટેમ્બર, સોમવારે ખુલશે.  કુલ ઑફર સાઇઝ (‘Offer’)માં રૂ. 250 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યુ (‘Fresh Issue’) તથા રૂ. 250 કરોડ સુધીના વેચાણ માટેની ઑફરનો સમાવેશ થાય છે (‘Offer for Sale’). એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તા. 6 સપ્ટેમ્બર, 2024ને શુક્રવારના રોજ રહેશે, અને બિડ ઑફર તા. 11 સપ્ટેમ્બર, બુધવારના રોજ બંધ થશે. ઑફર પ્રાઈસ બેન્ડ રૂ. 228થી રૂ. 240 પ્રતિ ઇક્વિટી શેર છે (‘Price Band’).

બિડ ઓછામાં ઓછા 62 ઇક્વિટી શેર માટે તથા ત્યારબાદ 62 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે (‘Bid Lot’).

KROSS LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON MONDAY, SEPTEMBER 9, 2024

કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. i) મશીનરી અને સાધનોની ખરીદી માટે મૂડી ખર્ચની આવશ્યકતાઓનું ભંડોળ ₹70 કરોડ હોવાનો અંદાજ છે ii)બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી રૂ. 90 કરોડના અંદાજિત અમુક બાકી ઉધાર-ઋણનો હિસ્સો, (iii) કાર્યકારી મૂડીની જરૂરિયાતોની રકમ રૂ. 30 કરોડ હોવાનો અંદાજ છે. સાથોસાથ, સામાન્ય કોર્પોરેટ (વ્યાપારી) હેતુ માટે કેટલીક બાકી રકમ છે (‘Objects of Offer’).

આમાં ઑફર ફોર સેલ (‘Offer for Sale’)માં સુધીર રાયના રૂ.168 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ અને અનીતા રાયના રૂ.82 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે (‘Promoter Selling Shareholders’).

તા. 2 સપ્ટેમ્બર, 2024ના રોજ (‘Red Herring Prospectus’/ ‘RHP’) કંપનીના રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ, ઝારખંડ ખાતે રાંચી (‘ROC’), SEBI તથા સ્ટોક સાથે ફાઇલ કરાયેલા ઇક્વિટી શેર કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઑફર કરાય છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઑફર કરાતા ઇક્વિટી શેરને BSE લિમિટેડ (‘BSE’) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (‘NSE’ તથા BSE સાથે મળીને ‘Stock Exchanges’) એવા સ્ટોક એક્સચેન્જમાં સૂચીબદ્ધ કરવાની દરખાસ્ત છે. ઑફરના હેતુઓ માટે NSE દ્વારા ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકેની કામગીરી કરાશે.

ઑફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જે SCRRના નિયમ 19(2)(b)ની દ્રષ્ટિએ SEBI ICDR રૅગ્યુલેશન્સના રૅગ્યુલેશન-31 સાથે વાંચવામાં આવે છે અને SEBI ICDR રૅગ્યુલેશન્સના રૅગ્યુલેશન-6(1)ના અનુપાલનમાં છે, જેમાં ઑફરના 50 ટકાથી વધારે લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (‘QIBs’ અને તેવો ભાગ, ‘QIB’ ભાગ) માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ નહીં રહે. અલબત્ત, અમારી કંપની BRLM સાથે સલાહ-સૂચન કરીને ફાળવણી કરી શકે છે.

SEBI ICDR રૅગ્યુલેશન્સ (‘Anchor Investor Portion’) મુજબ વિવેકાધીન ધોરણે એન્કર રોકાણકારોને QIB ભાગનો 60 ટકા ભાગ ફાળવી શકશે, જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે. તો, સ્થાનિક મ્યુચ્યુઅલ તરફથી મળતા માન્ય બિડ્સને આધીન રહીને કે જે એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત પર અથવા તેનાથી ઉપરના ભંડોળ પર મળતા હોય. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન ઓછું હોય અથવા નોન-એલોકેશનની સ્થિતિ હોય તેવા સંજોગોમાં બેલેન્સ ઇક્વિટી શેર નેટ-QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે.

એટલું જ નહીં, QIB હિસ્સાના 5 ટકા જ માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બાકીનો ચોખ્ખો QIB ભાગ તમામ QIB બિડર્સ (એન્કર રોકાણકારો સિવાયના)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. મ્યુચ્યુઅલ ફંડ્સ, ઑફર-કિંમત પર અથવા તેનાથી વધારે મળતી થતી માન્ય બિડ્સને આધીન રહેશે.

જોકે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ QIB ભાગના 5 ટકા કરતાં ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ QIBને પ્રમાણસર ફાળવણી માટે બાકીના QIB ભાગમાં ઉમેરવામાં આવશે.

વળી, ઑફરનો 15 ટકા કરતાં ઓછો નહીં તેવો ભાગ બિનસંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જેમાંથી (a) આવા એક તૃતીયાંશ ભાગ રૂ.0.20 મિલિયનથી વધારે અને રૂ.1.00 મિલિયન સુધીનું એપ્લિકેશન-કદ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, અને (b) આવા ભાગનો બે-તૃતીયાંશ ભાગ રૂ. 1.00 મિલિયનથી વધુનું એપ્લિકેશન કદ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે, જોકે આવા પેટા-વિભાગોમાંથી કોઈ પણમાં અન-સબ્સ્ક્રાઇબ કરેલા ભાગ બિન-સંસ્થાકીય બિડરોના અન્ય પેટા-વિભાગોમાં અરજદારોને ફાળવવામાં આવી શકે છે.

વધુમાં, SEBI ICDR નિયમનો મુજબ છૂટક વ્યક્તિગત બિડર્સ (‘RIBs’)ને ફાળવણી માટે ઑફરના 35 ટકા કરતાં ઓછા નહીં એ રીતે ઉપલબ્ધ કરાશે, જે તેમની પાસેથી ઑફર કિંમતે અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ રહી છે તેને આધીન રહેશે. તમામ સંભવિત બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના)એ ફરજિયાતપણે તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સ તથા UPI આઈ-ડીની વિગતો પૂરી પાડીને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (‘ASBA’)ની પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો રહેશે. જો યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (જો લાગુ પડતું હોય તો) જો અનુરૂપ બિડની રકમ SCSBs દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ જેમ બને તેમ સંબંધિત બિડની રકમની હદ સુધી અવરોધિત કરવામાં આવી શકે છે.

ASBAની પ્રક્રિયા દ્વારા ઑફરમાં ભાગ લેવાની એન્કર રોકાણકારોને પરવાનગી નથી. વિગતો માટે કૃપયા પાનનંબર 370 ઉપર ‘Offer Procedure’ શીર્ષકવાળા વિભાગમાં સંદર્ભ જોશો. ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઑફર માટેનું બુક રનિંગ લીડ મેનેજર (‘BRLM’) છે.

Disclaimer:

KROSS LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the RHP dated September 2, 2024 with the RoC and thereafter with the Stock Exchanges. The RHP will be available on the website of SEBI at www.sebi.gov.in, the websites of the Stock Exchanges, i.e., the BSE Limited and the National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.krosslimited.com, and on the website of the BRLM, i.e., Equirus Capital Private Limited at www.equirus.com. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled “Risk Factors” on page 27 of the RHP. Potential Bidders should not rely on the DRHP filed with SEBI for making any investment decision and instead should place reliance on the RHP.

This announcement does not constitute an offer of the Equity Shares for sale in any jurisdiction, including the United States, and the Equity Shares may not be offered or sold in the United States absent registration under the US Securities Act of 1933 or an exemption from registration. Any public offering of the Equity Shares to be made in the United States will be made by means of a prospectus that may be obtained from the Company and that will contain detailed information about the Company and management, as well as financial statements. However, the Equity Shares are not being offered or sold in the United States.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.