Western Times News

Gujarati News

મહંત-શિષ્યોએ રોંગસાઈડમાં આવી GST કમિશનરની કારમાં તોડફોડ કરી

રાજકોટ, રાજકોટ શહેરમાં રોગ સાઈડમાં કાર ચલાવ્યા પછી એક મહંત તથા શિષ્યોએ સામે આવેલી જીએસટી કમીશ્નરની કારમાં તોડફોડ કરીને ડ્રાઈવરને ગાળો ભાંડી હતી. મહીલા કોલેજ અંડરબ્રીજ પાસે ગત રાતે બનેલી ઘટનાથી ચકચાર મચી હતી. ડ્રાઈવરની ફરીયાદ પરથી પોલીસે ગગુનો નોધી વાગુદળ આશ્રમના મહંત સહીત ત્રણને પકડી લીધા હતા. અન્ય એક શખ્સની તલાસ જારી છે.

આ બનાવમાં એ ડીવીઝન પોલીસે જામનગર રોડ પર શેઠનગર પાછળ રહેતા અને સેન્ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્ટ્રા કટસ બેઝ પર ઈનોવા કારનું ડ્રાઈવીગ કરતા ભાવીનભાઈ મનસુખભાઈ બેરડીયા ઉ.રપની ફરીયાદ પરથી જેતપુર વિરપુર ગામે ગોરધનભાઈ ધામેલીયાની ડેલામાં રહેતા

મહંત યોગગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા ઉ.૪૪ પર્ણકુટીર સોસાયટી વિધાકુંજ મેઈન રોડ પર રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ એ-પ૦૧માં રહેતાં કારખાનેદાર ચિરાગ પ્રવીણભાઈ કાલરીયા ઉ.૪ર અને મેટોડા જુની પંચાયત ઓફીસ સામે રહેતા પ્રવીણ વાઘજીભાઈ મેર ઉ.૪ર રહે. તથા અભીષેક વિરૂધ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી ત્રણને પકડી લીધા હતા.

જયારે અભીષેક ભાગી ગયો હતો. ફરીયાદમાં ભાવીનભાઈ બેરડીયાએ જણાવ્યું છેકે રાતે પોણા નવેક વાગે હુંઈનોવા લઈને જીએસટીના અપીલ કમીશ્નર એસ.પી.સિંઘને ઉતારીને જીએસટીને ઓફીસે ગાડી મુકવા જતો હતો. મહીલા કોલેજ અન્ડરબ્રીજ ચોકમાં પહોચતા રોગ સાઈડમાં એક કાર આવતી દેખાતા મે મારી ગાડી ઉભી રાખી દીધી હતી. સામેની કારના ચાલકે પણ કાર મારી કારની સામે ઉભી રાખી દીધી હતી.

ત્યારબાદ એ કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા સાધુ જેવા કપડા પહેરેલા માણસ હાથમાં પિત્તળની કુંડલીવાળી લાકડી લઈને ઉતરેલ અને મારી ગાડીને બોનેટ પર ધુંબો મારી તારી ગાડી પાછળ લઈ લે તેમ કહી લાકડીથી ફટકારી મારી ગાડીનો પાછળ કાચ ફોડી ીનાખ્યો હતો.

એ પછી સામેની કારમાંથી બીજા બે શખ્સો ઉતયા હતા. તેમાંથી એકના હાથમાં પીત્તળ જેવી ફરસી હતી એ બંનેએ મને ગાળો દીધી હતી. એ પછી તે ગાડીનો ચાલક પણ નીચે ઉતરીને આવ્યો હતો. ાઅને ગાળો દીધી હતી. મે ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ પણ આવી ગઈ હતી. આ વખતે એક શખ્સો ભાગી ગયો હતો. બાકીના ત્રણનેપોલીસ સ્ટેશને લઈ જવાયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.