Western Times News

Gujarati News

ગોધરા સબ રજીસ્ટારની ઓફિસમાંથી નકલી કર્મચારી ઝડપાયો

(પ્રતિનિધિ)ગોધરા,   ગુજરાત માં નકલી સરકારી કચેરીઓ તતેમજ નકલી અધિકારીઓ અને નકલી બિનખેતીના હુકમોના ચોકાવનારા પ્રકરણોમાં બહાર આવ્યા બાદ હવે પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી સબ રજીસ્ટાર કચેરીમાં પણ કોઈપણ જાતના નોકરીના હુકમ વગર સરકારી કચેરીમાં ખુરશી ટેબલ ઉપર બેસીને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા નકલી કર્મચારી પ્રકાશ પટેલનો ભાંડો ફૂટતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે..

એમાં ગંભીર આશ્ચર્યની વાત એ છે કે ગોધરા સબ રજીસ્ટાર કચેરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાકેશ પટેલ ના મૌખિક આદેશ સાથે પ્રકાશ પટેલ ગોધરા સબ રજીસ્ટાર ની સરકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરની ખુરશી ઉપર ગોઠવાઈ જઈને દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

સરકારના નિયમ પ્રમાણે કર્મચારીઓ ની અછત સામે કરાર આધારિત કર્મચારીઓને પૂરા પાડવા માટે જે તે આઉટર્સોસિંગ એજન્સીઓને કામો આપવામાં આવ્યા છે અને આ આઉટર્સોસિંગ એજન્સી જે તે સરકારી કચેરીઓમાં કરાર આધારિત કર્મચારીઓને ફરજો સાથેનો નિમણૂક ના હુકમ આપવામાં આવતા હોય છે

પરંતુ પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ સબ રજીસ્ટાર જેવી મહત્વની કહેવાથી સરકારી કચેરીમાં કોઈપણ જાતના ફરજ બજાવવાના સત્તાવાર હુકમ વગર ઓરવાડા ગામનો પ્રકાશ પટેલ સરકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બિનદાસ્ત ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું એમાં આ પ્રકાશ પટેલને સુપરવાઇઝર રાકેશ પટેલે ખુદ ઓપરેટર ઓછો હોવાથી સરકારી કચેરીમાં મૌખિક આદેશથી કામે લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું

જો કે આ સમગ્ર ઘટનાક્રમ અંગે ગોધરા સબ રજીસ્ટાર સાહેબે આ મારામાં નથી આવતું આ જવાબદારી તો સુપરવાઇઝરની હોય છે એમ જણાવીને પ્રકાશ પટેલ ના પ્રકરણ મા તપાસ કરવાના બદલે હાથ ખંખેરી નાખ્યા હોવાની ગંભીર ચર્ચાઓએ પણ સમાંતરે શરૂ થવા પામી હતી..

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.