Western Times News

Gujarati News

ફેમિલીમૅન-ફર્ઝીની સરપ્રાઈઝ ઓટીટી પર ક્રોસઓવરનો જમાનો

મુંબઈ, ‘ફર્ઝી’ની પહેલી સિઝનમાં જ દર્શકોને તેના ‘ધ ફેમિલી મૅન’ના ક્રોસ ઓવરની હિન્ટ મળી ગઈ હતી. ત્યારે હવે જ્યારે આ બંને સિરીઝ નવી સિઝન સાથે આવી રહી છે ત્યારે તેના દર્શકો કોઈ નવા ક્રોસ ઓવરની આશા રાખી રહ્યા છે. આ બંને બિલકુલ અલગ વિષયની અને અલગ કલાકારો ધરાવતી સિરીઝ છે.

ગયા વર્ષે શાહિદ કપૂર અને કેકે મેનનની‘ફર્ઝી’ની પહેલી સિઝન આવી. જ્યારે ‘ધ ફેમિલી મૅન’ની આ પહેલાં બે સિઝન આવી ચૂકી છે. ‘ફ્રર્ઝી’ એક ક્રાઇમ થ્રિલર છે જ્યારે ‘ફેમિલી મૅન’ એક સ્પાય થ્રિલર ડ્રામા છે. આ બંને સિરીઝના ડિરેક્ટર રાજ એન્ડ ડીકે છે, જેઓ ‘સિટાડેલ હનીબની’ પણ ડિરેક્ટ કરી રહ્યા છે.

ત્યારે ‘ફર્ઝી’માં શાહિદના મિત્રની ભૂમિકા નીભાવી રહેલા ભુવન અરોરાએ લગભગ ખુલાસો કરી દીધો છે, કે હવેની સિરીઝમાં પણ આવા ક્રોસઓવરની સરપ્રાઇઝ મળશે. ભુવને કહ્યું,“‘ધ ફેમિલી મૅન ૩’નું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે, હવે રાજ અને ડીકે પહેલાં રક્ત બ્રહ્માંડનું કામ શરૂ કરશે.

અમે ‘ફર્ઝી’માં એક નાનું ટીઝર બતાવ્યુ હતું જેમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા નીભાવી રહેલા વિજય સેતુપથી તિવારીની ઓફિસ જાય છે. આ જ રીતે ‘ફેમિલી મૅન ૩’માં પણ આવી એક લિંક છે. એ શું હશે કે કયો સીન હશે એ અંગે હું હાલ કશું કહી શકું તેમ નથી. પરંતુ લોકોને આ ક્રોસઓવરમાં બહુ મજા પડશે તે નક્કી છે. હું ઇચ્છું છું કે હું કશું કહું એના કરતાં લોકો તે જોઈને જ મજા માણે.”

આગળ ભુવને કહ્યું,“હાલ હું રાજ, ડિકે અને શાહિદ બધાં જ અલગ અલગ કામમાં વ્યસ્ત છીએ, પરંતુ તેની બીજી સિઝન ચોક્કસ બનશે. અમે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરવા વિચારીએ છીએ. કારણ કે આ ઓટીટી પર સૌથી વધુ જોવાયેલા શોમાંનો એક છે, તેથી તેની બીજી સિઝન ન બનાવવાનું કોઈ કારણ નથી.

પરંતુ સારા કામમાં સમય લાગે છે.” જ્યારે ‘ધ ફેમિલી મૅન’ની ત્રીજી સિઝન અંગે મનોજ બાજપાઈ કન્ફર્મેશન આપી ચૂક્યા છે અને તે ૨૦૨૫માં પ્રિમીયર થવાની હોવાનું જણાવ્યું છે. તેનું કામ ચાલુ છે, તેથી એ સિઝન ૨૦૨૫ના અંત સુધીમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.