Western Times News

Gujarati News

EV વ્હીકલ ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસીડીનો લાભ બંધ કરાશે

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટિÙક વ્હીકલ નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કહ્યું છે કે ઈવી ઉત્પાદકોને સબસિડી આપવાની જરૂર નથી. ગડકરીએ બીએનઈએફ સમિટમાં કહ્યું, ‘લોકો હવે ઈવી અથવા સીએનજી વાહનો જાતે જ પસંદ કરી રહ્યા છે.

શરૂઆતમાં ઈલેક્ટિÙક વાહનોના ઉત્પાદનની કિંમત વધુ હતી, પરંતુ માંગ વધવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો, જેના કારણે વધુ સબસિડીની જરૂરિયાત દૂર થઈ છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, ‘મને નથી લાગતું કે આપણે ઇલેક્ટિÙક વાહનો માટે વધુ સબસિડી આપવાની જરૂર છે. ઈલેક્ટિÙક વાહનો પરનો ય્જી્‌ પેટ્રોલ અને ડીઝલ વાહનો કરતાં ઓછો છે. મારા મતે, ઇલેક્ટિÙક વાહનોના ઉત્પાદનને હવે સરકારી સબસિડીની જરૂર નથી.

સબસિડીની માંગ હવે વ્યાજબી નથી. હાલમાં, હાઇબ્રિડ સહિત આંતરિક કમ્બશન એન્જિન દ્વારા સંચાલિત વાહનો પર ૨૮ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. ત્યારે ઇલેક્ટિÙક વાહનો પર જીએસટી ૫ ટકા છે. જોકે, નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલ વાહનો પર વધારાનો ટેક્સ લાદવાની શક્યતાને પણ નકારી કાઢી હતી.

તેમણે કહ્યું, ‘ભારતની અર્થવ્યવસ્થાના કદ અને ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, અÂશ્મભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઇંધણમાં સંક્રમણ એક ક્રમિક પ્રક્રિયા હશે. લિથિયમ-આયન બેટરીની કિંમતમાં વધુ ઘટાડો ઇલેક્ટિÙક વાહનોની કિંમતમાં ઘટાડો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.