Western Times News

Gujarati News

સ્ટૂડન્ટ વિઝા પર વિદેશ જતાં વિદ્યાર્થીઓ સાથે ફેસબુક પર થઈ રહી છે ઠગાઈ

સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા ગુજરાતી યુવક સાથે ઠગાઈ

અમદાવાદ, અત્યારસુધી દર વર્ષે હજારો ગુજરાતી સ્ટૂડન્ટ્‌સ ભણવા માટે કેનેડા જતાં હતાં જેમાંથી અમુક લોકો સાથે અલગ-અલગ રીતે ફ્રોડ કરવામાં આવ્યા હોવાના પણ અઢળક કિસ્સા બનતા હતા. આવા જ એક કેસમાં હર્ષ પટેલ નામના એક ગુજરાતી સ્ટૂડન્ટ સાથે રેન્ટલ સ્કેમ થયું છે. કેનેડા પહોંચ્યા બાદ ભાડાનું ઘર શોધતા હર્ષ પટેલે ફેસબુક માર્કેટપ્લેસ પર એક 2BHK ફ્લેટ જોયો હતો, student cheated on facebook marketplace

ઓન્ટારિયોના કિચનેરની ચેન્ડલર ડ્રાઈવ અપાર્ટમેન્ટ બિÂલ્ડંગમાં આવેલા આ ફ્લેટનું એક મહિનાનું ભાડું ૧૯૦૦ કેનેડિયન ડોલર જણાવાયું હતું. આ ફ્લેટ માટે બે મહિનાનું રેન્ટ એડવાન્સમાં ચૂકવવાનું હતું તેમજ ૩૫૦ ડોલર ક્લિનિગ ફી પણ આપવાની હતી. હર્ષ પટેલ આ ફ્લેટને ૧૫ ઓગસ્ટના રોજ જોવા ગયો હતો, જ્યાં એક વ્યક્તિ રહેતો હતો અને તેનો દાવો હતો કે તે હાલ આ ફ્લેટમાં ભાડે રહે છે.

જોકે, તેના કપડાં કે વાસણ સહિતનો કોઈ જ સામાન તે વખતે ફ્લેટમાં ના દેખાતા હર્ષને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. કેનેડિયન ન્યૂઝ ચેનલ સીટીવીના એક રિપોર્ટ અનુસાર હર્ષ જેવા જ બીજા પણ ઘણા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્‌સ પાસેથી આ ફ્લેટ ભાડે આપવાના નામે ચારેક હજાર ડોલર જેટલી રકમ પડાવાઈ હતી પરંતુ પેમેન્ટ કર્યા બાદ આ સ્ટૂડન્ટ્‌સને ખબર પડી હતી કે તેમની સાથે ફ્રોડ થયું છે.

હર્ષ જ્યારે પોતાના સામાન સાથે આ ફ્લેટમાં રહેવા માટે પહોંચ્યો ત્યારે તેના જેવા બીજા પણ ઘણા લોકો પહેલાથી જ ત્યાં હાજર તા અને બધાએ તે ફ્લેટ માટે એડવાન્સ ભાડું અને ડિપોઝિટ ચૂકવી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.