Western Times News

Gujarati News

પી એન ગાડગિલ જ્વેલર્સનો આઈપીઓ મંગળવાર, 10 સપ્ટેમ્બરે ખૂલશે

 પ્રાઇસ બેન્ડ પીએનગાડગિલ જ્વેલર્સ લિમિટેડના રૂ. 10 પ્રત્યેકની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરદીઠ રૂ. 456 થી રૂ. 480 પ્રતિ ઇક્વિટી શેર ઉપર નિર્ધારિત(‘Equity Shares’)

  • એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખઃ 09મી સપ્ટેમ્બર, 2024, સોમવાર
  • બિડ/ઑફર ખૂલવાની તારીખઃ 10 સપ્ટેમ્બર, 2024, મંગળવાર
  • બિડ/ઑફર બંધ થવાની તારીખઃ 12મી સપ્ટેમ્બર, 2024, ગુરુવાર
  • બિડને ઓછામાં ઓછા 31 ઇક્વિટી શેર માટે લઈ શકાશે અને ત્યાર બાદ 31 ઇક્વિટી શેરના ગુણોત્તરમાં લઈ શકાશે.
  • ફ્લોર પ્રાઇસ 46.60 ગણી છે અને કૅપ-પ્રાઇસ ઇક્વિટી શેર્સની ફેસ-વેલ્યૂ કરતાં 48 ગણી છે.

અમદાવાદ, 6 સપ્ટેમ્બર, 2024: પી.એન. ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ (‘Company’)એ પોતાના આઈપીઓ (પ્રારંભિક જાહેર ભરણા)ને તા. 10 સપ્ટેમ્બર, 2024 મંગળવારના રોજ ખોલવાની દરખાસ્ત કરી છે. બિડ-ઑફરની અંતિમ તારીખ 12મી સપ્ટેમ્બર, 2024 ગુરુવારની રહેશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ પહેલાંના એક સક્રિય દિવસની છે. એન્કર ઑફર ખૂલવાની તારીખ 09 સપ્ટેમ્બર, 2024 સોમવારની રહેશે.

ઑફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 456 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 480 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાયો છે. બિડ ઓછામાં ઓછા 31 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 31 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

કંપનીના આઈપીઓ (પ્રારંભિક જાહેર ભરણા)ની ઑફરમાં રૂ. 8,500 મિલિયન સુધીના દરેક એકંદરે રૂ. 10ના ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરના નવા ઇશ્યુ તથા રૂ. 2,500 મિલિયન સુધીના દરેક એકંદરે રૂ. 10ની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઑફરનો સમાવેશ થાય છે. કુલ ઑફરના કદમાં રૂ. 10ની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જે એકંદરે રૂ. 11,000 મિલિયન સુધી હોય છે. વેચાણ માટેની ઑફરમાં SVG બિઝનેસ ટ્રસ્ટ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 2,500 મિલિયન સુધીના દરેક રૂ. 10ની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

દરમિયાન, આ જાહેર ભરણા (IPO) દ્વારા એકત્ર કરાયેલી રકમનું ભંડોળ આ માટે વાપરવાની દરખાસ્ત છેઃ (1) મહારાષ્ટ્રમાં નવા 12 સ્ટોરની સ્થાપના માટેનો ખર્ચ, (2) કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણ-ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી કરવી અથવા અગાઉથી એટલે કે, પૂર્વ ચુકવણી કરવી, અને (3) સામાન્ય વ્યાપારી હેતુઓ માટે ખર્ચ કરવો.

આ ઑફ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રૅગ્યુલેશન) રૂલ્સ-1957ના નિયમ 19(2)(b)ના સંદર્ભમાં કરવામાં આવી રહી છે, જેને SEBI ICDR રૅગ્યુલેશન્સના નિયમન-31ની સાથે વંચાણે લેવાય છે. આ ઑફર સેબી આઈસીડીઆર રૅગ્યુલેશનના નિયમન 6(1) અનુસાર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 50 ટકાથી વદારે ઑફર-લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (‘QIBs’)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં) (‘QIB’). જોકે, કંપની BRLMsની સાથે સલાહ-મસલત કરીને કંપની દ્વારા વિવેકાધીન ધોરણે એન્કર રોકાણકારોને QIB ભાગના 60 ટકા સુધીની ફાળવણી કરી શકે છે.

SEBI ICDR રૅગ્યુલેશન્સ (‘Anchor Investor Portion’), કે જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે. તે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટરોને ફાળવણી કરવામાં આવે છે તે કિંમતે અથવા તેનાથી વધારે કિંમતે માન્ય બિડ પ્રાપ્ત થશે (Anchor Investor Allocation Price). એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન અંડર-સબસ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બેલેન્સ ઇક્વિટી શેર્સ QIB પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (‘નેટ QIB પોર્શન’)માં ઉમેરવામાં આવશે.

એટલું જ નહીં, નેટ QIB પોર્શનના 5 ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવી શકાશે, ઑફર કિંમત પર અથવા તેનાથી વધારે પ્રાપ્ત થતી માન્ય બિડ્સને તે આધીન રહેશે. બાકીનો નેટ QIB પોર્શન (ભાગ) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના તમામ QIB માટે પ્રમાણસર આધાર, ઑફર કિંમત પર અથવા તેનાથી વધારે પ્રાપ્ત થતી માન્ય બિડ્સને આધીન રહેશે.

વળી, SEBI ICDR નિયમનો મુજબ બિન-સંસ્થાકીય બીડર્સ (Non-Institutional Portion)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઑફરનો 15 ટકા કરતાં ઓછો નહીં એવો ભાગ ઉપલબ્ધ રહેશે, જેમાંથી એક-તૃતીયાંશ બિન-સંસ્થાકીય ભાગ રૂ. 200,000થી વધુ અને રૂ. 1,000,000 સુધીની અરજીના કદ સાથે બીડર્સ માટે ફાળવણીના હેતુસર ઉપલબ્ધ રહેશે. જ્યારે બિન-સંસ્થાકીય ભાગનો બે-તૃતીયાંશ ભાગ રૂ. 1,000,000થી વધારે અરજી-કદ ધરાવતા બીડર્સનો ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. બિન-સંસ્થાકીય ભાગની આ બે પેટા-શ્રેણીઓમાંથી કોઈ એકમાં અન્ડર-સબસ્ક્રિપ્શન, બિન સંસ્થાકીય ભાગની અન્ય પેટાશ્રેણીમાં SEBI ICDR નિયમનો મુજબ બીડર્સને ફાળવી શકાશે, જે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય અથવા ઑફર કિંમત ઉપર આધારિત રહેશે.

આ ઉપરાંત SEBI ICDR નિયમનો મુજબ છૂટક ભાગ (‘Retail Portion’)ને ફાળવણી માટે ઑફરના 35 ટકા કરતાં ઓછા નહીં એ રીતે ઉપલબ્ધ હશે, જે ઑફર કિંમત અથવા તેનાથી ઉપર તેમની પાસેથી માન્ય બીડ્સ પ્રાપ્ત થશે તેને આધીન રહેશે. તમામ બીડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના) ફરજિયાતપણે માત્ર બ્લૉક કરેલી રકમ (‘ASBA’)ની પ્રક્રિયા દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા આ ઑફરમાં ભાગ લઈ શકશે અને  UPI બીડર્સ (જેની અહીં વ્યાખ્યા અપાઈ છે તે)ના કિસ્સામાં UPI (ત્યારબાદ વ્યાખ્યાયિત) સહિત તેમના સંબંધિત બેંકખાતાની વિગતો પૂરી પાડશે. ત્યાર પછી જેમાં બીડની રકમ સેલ્ફ-સર્ટિફાઇડ સિન્ડિકેટ બેન્કો (‘SCSBs’) દ્વારા અથવા UPI મિકેનિઝમના અનુસંધાનમાં કિસ્સા અનુસાર અવરોધિત કરાશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBAની પ્રક્રિયા દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની મંજૂરી નથી.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના અનુસંધાનમાં ઑફર કરાતા ઇક્વિટી શેરને BSE તથા NSE ઉપર સૂચીબદ્ધ કરવાની દરખાસ્ત છે. કંપનીએ તા. 3 જુલાઈ, 2024ના રોજ પોતાના દરેક પત્રને અનુરૂપ ઈક્વિટી શેર્સની સૂચિ માટે BSE તથા NSE તરફથી સૈદ્ધાંતિક પરવાનગીઓ મેળવી લીધી છે.

મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, ન્યુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ જે એડલવીસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખ ધરાવતું હતું તે) તેમજ BOB કૅપિટલ માર્કેટ્સ લિમિટેડ ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (‘Book Running Lead Managers’) અથવા (‘BRLMs’) છે.

આ માત્ર માહિતીના હેતુસરની જાહેરાત છે. આ પ્રોસ્પેક્ટસની જાહેરાત નથી અને તેમાં સિક્યોરિટીઝ મેળવવા, ખરીદવા અથવા સબ્સ્ક્રાઇબ કરવા માટે આમંત્રણ કે ઑફર નથી. ભારતની બહાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રજૂઆત, પ્રકાશન અને વિતરણ માટે નથી.

Disclaimer:  P N GADGIL JEWELLERS LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the RHP with Registrar of Companies, Maharashtra at Pune. The RHP is available on the website of the SEBI at www.sebi.gov.in, on the websites of the Stock Exchanges i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.pngjewellers.com and the websites of the Book Running Lead Managers, i.e. Motilal Oswal Investment Advisors Limited, Nuvama Wealth Management Limited (formerly known as Edelweiss Securities Limited) and BOB Capital Markets Limited at www.motilaloswalgroup.com, www.nuvama.com and www.bobcaps.in, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled ‘‘Risk Factors’’ on page 29 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision and instead rely on the RHP.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.