Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક આંગણવાડી કાર્યકર, તેડાગર અને શિક્ષકની ભૂમિકા ભજવી

અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ.સી ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓની આંગણવાડીઓમાં શિક્ષક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ બાવળાના ધનવાડા ગામે કેન્દ્ર-3, સાણંદ-2, વિરોચનગર અને ખોરજ-3ના આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડીના બાળકોએ ઉત્સાહભેર આંગણવાડી કાર્યકર, તેડાગર અને શિક્ષકની ભૂમિકા ભજવી હતી.

તદુપરાંત, આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક દિવસ નિમિત્તે કરવામાં આવેલા આયોજનમાં આંગણવાડી કેન્દ્રના બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.