Western Times News

Gujarati News

અનન્યાની વેબ સિરીઝ ‘કોલ મી બૅ’નું પ્રિમીયર યોજાયું

મુંબઈ, અનન્યાએ ફિલ્મોમાં તો ૨૦૧૯માં ડેબ્યુ કરેલું. તેની પહેલી ફિલ્મ ટાઇગર શ્રોફ સાથે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ હતી. હવે તે ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. શુક્રવારથી તેનો શો ‘કોલ મી બૅ’ લોંચ થઈ રહ્યો છેસ જેમાં તે બેલા નામની છોકરીનો લીડ રોલ પ્લે કરી રહી છે.

આ સિરીઝમાં તે દિલ્હીના એક અતિસમૃદ્ધ પરિવારમાંથી આવે છે, જે મોટી બ્રાન્ડના નામ સિવાય વાત જ કરતી નથી. આ સિરીઝના પ્રિમીયર પહેલાં એક ઇન્ટરવ્યુમાં અનન્યાએ જણાવ્યું કે તેની સિરીઝનું શૂટિંગ શરૂ થયું ત્યાં સુધી આમાંથી ઘણી બ્રાન્ડનાં નામ પણ તેને ખબર નહોતી.

તેણે કહ્યું,“મને ઘણી વસ્તુ ખબર નહોતી – અડધો વખત તો હું એ જ વિચારતી રહેતી કે આનો અર્થ શું થાય. બધું જ શ્રેય રાઇટિંગ ટીમને જાય છે કે તેમણે ખરેખર બહુ રીસર્ચ કર્યું.”

પોતાના રોલ વિશે વાત કરતાં અનન્યાએ કહ્યું,“બૅની નજરેથી દુનિયા જોવાનો અનુભવ ઘણો અલગ હતો, કારણ કે આપણે તો એમાં જ અટવાયેલાં રહીએ છીએ કે આ ખોટું છે અને પેલું ખોટું છે. આ મારા વિશે શું કહી દેશે અને આપણને નકારાત્મકતાની અસર પહેલાં થાય છે. તો જ્યારે તમને બૅ જેવો કોઈ રોલ કરવા મળે તો, તે હંમેશા લોકોમાં સારુ જ જુએ છે.

મેં પહેલાં જે પણ પાત્રો ભજવ્યા છે, તેમાં મારા દરેક કામ પાછળ કોઈ ગણતરી કે હેતુ હતાં, પરંતુ બૅ જે પણ અનુભવે છે તે બોલી નાખે છે.” બુધવારે મુંબઈમાં આ સિરીઝનું પ્રિમીયર યોજાયું હતું, જેમાં અનન્યાની ચાઇલ્ડહૂડ ળેન્ડ સુહાના ખાન, સારા અલી ખાન સહિત વેદાગ રૈના અને અગત્સ્ય નંદા, કરણ જોહર સહિતનાં લોકો હાજર રહ્યાં હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.