Western Times News

Gujarati News

રાજકોટ જેલમાં ટ્રાન્સફર કેમ કરાયા પૂર્વ IPS સંજીવ ભટ્ટને?

File

(એજન્સી)અમદાવાદ, એનડીપીએસ કેસમાં ૨૦ વર્ષ અને કસ્ટોડિયલ ડેથમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા છે. તેઓને તા.૨ના પાલનપુર જેલથી રોજ રાજકોટ જેલમાં મોકલાયા છે.પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે એનડીપીએસ કેસમાં ૨૦ વર્ષની સજા ફટકારી હતી તેમજ ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

જે કેસની વિગત એવી છે કે, વર્ષ ૧૯૯૬માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેરસિંહને ૧.૧૫ કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં વર્ષ ૨૦૧૮માં સીઆઇડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.

પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજ પુરોહિતના રૂમમાંથી ૧.૧૫ કિલો અફીણ મળી આવ્યું હતું. દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાં સ્થાનિક હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. આ બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો. આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો.

આ ઘટના બાદ, બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહેલા જસ્ટિસ આર.આર.જૈન વિરુદ્ધ રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપુરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના એસપી હતા.બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન, સંજીવ ભટ્ટ અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.