Western Times News

Gujarati News

કેન્સરની દવા સસ્તી થશે – વીમા પર GSTનો મુદ્દો મંત્રીઓના સમૂહ પાસે મોકલાયો

નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલે કેન્સર દવાઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની ૫૪મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેન્સર દવાઓ પર ૧૨% ની જગ્યાએ ૫% જીએસટી લાગશે.

આ ઉપરાંત, જીએસટી કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમાના પ્રીમિયમ ચૂકવણી પર લાગતા જીએસટી વિશે હજુ કોઈ નિર્ણય નથી લીધો. જોકે, ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સર્વિસનો ઉપયોગ કરવા પર હવે ૧૮% ના બદલે માત્ર ૫% જીએસટી ચૂકવવો પડશે.

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની ૫૪મી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે, કેન્સરની દવા અને ચવાણું (નમકીન) પર જીએસટી દર ઘટાડી ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રિમિયમ, વિદેશી એરલાઇન્સ અને ધાર્મિક યાત્રા કરતાં લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચવાણું (નમકીન) અને કેન્સરની દવા પર ટેક્સ ઘટાડી મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવા પર જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા અને ચવાણાં પર જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કર્યો છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતાં જીએસટી દરને ઘટાડવા પર વ્યાપક રૂપથી સહમતી બની ગઈ છે. જોકે હજુ સુધી અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. હવે નવેમ્બર મહિનામાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક નેતાઓએ પ્રીમિયમ પર લાગતાં ટેક્સને ઘટાડવાની માંગ કરી હતી.

આ બેઠકમાં ધાર્મિક યાત્રા કરતાં લોકોને પણ રાહત આપવામાં આવી છે. ધાર્મિક યાત્રામાં હેલિકોપ્ટરથી દર્શન કરવા પર ૧૮ ટકા ય્જી્‌ લાગતો હતો જે ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેદારનાથ બદ્રીનાથ સહિતના અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે પગપાળાની જગ્યાએ હેલિકોપ્ટરથી દર્શન કરવા જવાનું પસંદ કરે છે.

જીએસટી મીટીંગમાં મુખ્ય ફોકસ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટી પર હતો. આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો છે, કારણકે લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવા માટે વ્યાપક સર્વસંમતિની જરૂર પડશે. આ સિવાય ઓઈલ અને ગેસ એક્સપ્લોરેશન પર સબકોન્ટ્રાક્ટિંગ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય પણ મોકૂફ રાખ્યો છે.

રિસર્ચ અને ગ્રાન્ટ્‌સ પર જીએસટી માફ કરવામાં આવી છે. બીજુ મહત્ત્વનું ફોકસ રૂ. ૨ હજારના ડિજિટલ ટ્રાન્જેક્શન પર હતું. જેમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફત રૂ. ૨૦૦૦ સુધીના ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે બિલડેસ્ક અને સીસીએવેન્યૂ જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવાની યોજના છે, પરંતુ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આ મુદ્દો ફિટમેન્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યો હોવાનું ઉત્તારખંડના નાણા મંત્રી પ્રેમચંદ અગ્રવાલે જણાવ્યું છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કસિનો અને રેસ કોર્સ પર ૨૮ ટકા જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી લાંબા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ કરી રહી છે, પરંતુ આજના નિર્ણયથી તે નિરાશ થયા છે. સરકાર ઉપરોક્ત સેગમેન્ટમાં ડિપોઝિટ પર ૨૮ ટકા અને કમાણી પર ૧૮ ટકા જીએસટી વસૂલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.