Western Times News

Gujarati News

પાકિસ્તાન આતંકવાદ બંધ કરે તો અમે વાતચીત માટે તૈયાર છીએઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે રામબનના બનિહાલ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં રેલીને સંબોધી

નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે જો પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો ભારત તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે. રામબન જિલ્લાના બનિહાલ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધતા સિંહે કહ્યું કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા અને વિસ્તારને સમૃદ્ધ બનાવવા માટે હટાવવામાં આવી હતી.

સિંહે રેલીમાં કહ્યું, “પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. કોણ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા નહીં ઇચ્છે? કારણ કે હું આ વાસ્તવિકતા જાણું છું કે તમે તમારા મિત્રને બદલી શકો છો, પરંતુ તમારા પાડોશીને નહીં. અમે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ સૌ પ્રથમ તેમણે આતંકવાદને રોકવો પડશે.” રક્ષા મંત્રીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને પ્રાયોજિત કરવાનું બંધ કરશે, ત્યારે ભારત તેની સાથે વાતચીત શરૂ કરશે.

સિંહે કહ્યું, “જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ભોગ બનનારાઓમાં ૮૫ ટકા મુસ્લિમો હતા. કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામાન્ય બાબત હતી. શું આતંકવાદી ઘટનાઓમાં હિંદુઓ મરાતા હતા? હું ગૃહ મંત્રી રહી ચૂક્યો છું અને મને ખબર છે કે આતંકવાદી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોનો જીવ ગયો.”

આ પહેલાં, રક્ષા મંત્રીએ ભાજપ ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુરના સમર્થનમાં નજીકના રામબનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ૪૦,૦૦૦થી વધુ લોકોનો જીવ ગયો છે. ભાજપના ભટનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી વિકાર રસૂલ વાની સાથે છે,

જેઓ બનિહાલ બેઠક પરથી જીતની હેટ્રિક બનાવવાની કોશિશમાં છે. ભટને નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શાહીન અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના ઇÂમ્તયાઝ શાન તરફથી પણ કડક પડકારનો સામનો કરવો પડશે.

રાજનાથ સિંહે કહ્યું, ‘હું ઁર્દ્ભના રહેવાસીઓને કહેવા માંગુ છું કે પાકિસ્તાન તમને વિદેશી માને છે પરંતુ ભારતના લોકો તમને એવા નથી માનતા.
અમે તમને અમારા પોતાનામાંથી એક માનીએ છીએ તેથી આવો અને અમારા ભાગ બનો. તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.