Western Times News

Gujarati News

કડક નિયમ છતાં નંબર પ્લેટ વગર ગણેશ ચતુર્થીએ વાહનો વેચાયાં

પ્રતિકાત્મક

વાહનવ્યવહાર વિભાગ દ્વારા કડક નિયમો પ્રજા માટે જ હોય છે. કોઈ પણ સંજોગોમાં નંબર પ્લેટ વગર વાહનો નહીં વેચવાનો કડક નિયમ હોવા છતાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરી તહેવારમાં નંબર પ્લેટ વગર વાહનો વેચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આરટીઓ અધિકારીઓને જાણ હોવા છતાં ચૂપચાપ જોયા કરે છે. વિભાગ પણ આ અંગે ચૂપકીદી સેવી રહ્યું છે.

ગણેશ ચતુર્થીએ ૪૦૦ કાર અને ૧૯૦૦ -ટુ-વ્હીલર મળી ૧૦૬ કરોડના વાહનો વેચાયાં

(એજન્સી)અમદાવાદ, ગણેશ ચતુર્થી અને સંવતસરીના તહેવારના દિવસે ૪૦૦ કાર અને ૧૯૦૦ ટુ-વ્હીલર મળી ૧૦૬ કરોડના વાહનો વેચાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે નવા વાહનોના વેચાણમાં ૧પ ટકા સુધીનો ઘટાડો થયો હોવાનો સ્થાનિક વાહન ડિલરોએ મત વ્યક્ત કરતાં કહ્યું કે, સતત વરસાદ અને સરકાર દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વિકસવાના લીધે લોકો હવે પોતાની કારમાં મુસાફરી કરવાનું ટાળે છે.

અગાઉ અમદાવાદીઓ અન્ય રાજ્યમાં કાર લઈને જતાં હતા પરંતુ હવે ટ્રેનની ફિંકવશી વધતા લોકો તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત વધતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સાથે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને લીધે કવાહનોની ખરીદી પર અસર પડી છે. આગામી દિવસોમાં વેચાણ વધવાની ડિલરોએ આશા વ્યક્ત કરી હતી.

શહેરમાં તહવારોમાં વાહનોની ખરીદી સામાન્ય બની ગઈ છે. નાના-મોટા દરેક તહેવાર ઉપરાંત ૩૧મી ડિસેમ્બરના રોજ વાહનો ખરીદવાનો ટ્રેન્ડ હજી પણ યથાવત છે. સ્થાનિક વાહન ડિલરોના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ ૭થી ર૦ લાખ સુધીની અંદાજે ૩૭પ કારોનું વેચાણ થયું છે. જેની સરેરાશ ૧પ લાખ પ્રમાણે પ૬.રપ કરોડ કિંમત થાય છે.

જ્યારે મર્સડિઝ, ઓડી, બીએમડબ્લ્યુ અને જેગુઆર જેવી પ૦ લાખથી બે કરોડ સુધીની લકઝુરિયર્સ રપ કારનું વેચાણ થયું છે જેની સરેરાશ કિંમત સવા કરોડ પ્રમાણે ૩૧.રપ કરોડ થાય છે. જ્યારે સરેરાશ એક લાખ કિંમત પ્રમાણે અંદાજે ૧૯ કરોડના ૧૯૦૦ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. આગામી તહેવારોમાં વેચાણ વધવાની વાહન ડિલરોએ આશા વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.