Western Times News

Gujarati News

બંધ મકાનમાં ચોરી કરતી ગેંગના પાંચ ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, આનંદનગર બોડકદેવ અઅને ઘાટલોડીયા વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરતી ગેગના સભ્યોની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ પહેલા કોઈ પણ વિસ્તારમાંથી વાહન અને મોબાઈલની ચોરી કરતા હતા અને બાદમાં બંધ મકાનને ટાર્ગગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ત્રણ બાઈક સહીત રૂ.ર.૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. જોધપુર ગામમાં આવેલા પ્રેરણાતીર્થ બંગ્લોઝ વિ-ર ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોધાઈ હતી. અહીના મકાન માલીક અમેરીકા અને પાલીતાણા ગયા હતા. ત્યારે તસ્કરોએ સ્લાઈડર તોડીને ઘરમાં પ્રવેશીને સોના હીરાજડીત દાગીનાની ચોરી કરી હતી.

આ મકાનમાં સીસીટીવી કેમેરા અને ર૪ કલાકનો ગાર્ડ રાખ્યો હોવા છતાં આ બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરી તે દરમ્યાન બાતમી આધારે ચોરી કરનાર ગેગના પ્રકાશ મીણા, મોહન, મીણા રમેશ મીણા મુકેશ મીણા અને ઈશ્વર મીણા તમામ રહે. સેટેલાઈટને ઝડપી પાડયા હતા. આરોપીની પુછપરછ દરમ્યાન આ તમામ લોકો રાજસ્થાનના છે.

અને અહી છુટક કામ કરવાની આડમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ આનંદનગર બોડકદેવ તથા ઘાટલોડીયા વિસ્તારમાંથી રોકડા, વાહનો અઅને મોબાઈલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.