Western Times News

Gujarati News

વિદેશથી ૧પર પતંગબાજો આવ્યાઃ રાજદૂતો ઉપસ્થિત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદને આંગણે, સાબરમતી રીવરફ્રન્ટ આજે ૩૧માં આતરરાષ્ટ્રીય પતગ મહોત્સવનું ઉદ્‌ઘાટન રાજ્યપાલના હસ્તે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર બિજલ પટેલ, મંત્રીમંડળના સભ્યો, તથા દેશ-વિદેશના આકાશમાં ઉડતા પતંગો જાવા ઉપસ્થિત  રહેલ માનવમેદની વચ્ચે થયુ હતુ.

દિપ પ્રગટાવીને રાજ્યપાલ મુખ્યમંત્રી તથા મહાનુભાવોએ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અગાઉ મોટી સંખ્યામાં બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. તથા શિક્ષકોએ યોગ કર્યા હતા. સવારની ગુલાબી ઠંડી હવા, તથા સૂર્યના કિરણો વચ્ચે ૩૦૦૦ બાળકોએ કરેલ સૂર્ય નમસ્કારની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ કરાશે. એક અદ્‌ભૂત તથા મનોરંમ્ય દ્રષ્ય સાબરમતી રીવર ફ્રન્ટ પર જાવા મળતું હતુ.

૩૧માં પતંગોત્સવમાં ભાગ લેવા રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ડેન્માર્ક વગેરેે દેશોના પતંગબાજા તથા જે તે દેશના રાજદૂતો પણ સાબરમતી રીવરફ્રન્ટ પર જાવા મળતા હતા. દરેકના ચહેરા પર સ્મિત  તથા નજર આકાશ તરફ જતી હતી. રંગબેરંગી વેષભૂષા સજી આવેલા ભૂલકાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેન્ડની સુરાવણી વચ્ચે યોગ કરતા શિક્ષકોને ઉપસ્થિત  મહેમાનો તથા લોકો નિહાળી રહ્યા હતા.

આજના આ આતંરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિશ્વના દેશોના ૧પર પતંગબાજા ભાગ લેશે. અન્ય રાજ્યોમાંથી૧૧પ તથા ગુજરાતમાંથી ૭૯પ પતંગબાજા ભાગ લઈ તેમની પતંગ ઉડાડવાની કળાનું પ્રદર્શન કરશે. વિવિધ પ્રકારના રંગબેરંગી પતગો, નગરજનો માટે માત્ર કૂતુહૂલ નહીં પરતુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ ૩૧મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧૪મી જાન્યુઆરી સુધી ચાલનાર છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં એક સાથે દશે વિદેશના વિવિધ રંગના તથા આતરના પતંગોને ે જાઈ પ્રેક્ષકો પ્રભાવિત થયા હતા.

રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ પતંગોત્સવનો પ્રારંભ કરતાં જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયુ હતુ. માત્ર પતંગ, પતંગને પતંગ જ જાવા મળતી હતી. ઠંડી ઘટતા, પતંગબાજા પતંગો ઉડાડવાની મઝા માણતા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ હતુ. સુભાષબ્રિજ, નહેરૂબ્રિજ, એલિસબ્રિજ, તથા સરદાર વલ્લભભાઈ બ્રીજ ઉપરથી પણ પતંગ રસિયાઓ પતંગોત્સવનો આનદ માણી રહ્યા હતા જેને કારણે ટ્રાફિકમાં અડચણો ઉભી થતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.