Western Times News

Gujarati News

કચ્છમાં શંકાસ્પદ તાવ: ૧૩નાં મોતથી આરોગ્ય ટીમ યુદ્ધનાં ધોરણે કાર્યરત

કચ્છ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. જેમાં ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે.

રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેમાં ૧૩ લોકોના મોત થયા છે. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં ૪થી, સપ્ટેમ્બરે નોંધાયો હતો. જેના પગલે, આરોગ્ય વિભાગની ૨૭ ટીમો યુદ્ધના ધોરણે ‘હાઉસ ટુ હાઉસ સર્વે’નું કામ કરી ૩૧૮ ઘરો પૈકી ૨૨૩૪ લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કર્યું હતું. જેમાં ૪૮ જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા.

તાલુકામાં દરેક તાવના દર્દીઓનો મેલેરિયા રેપીડ ટેસ્ટ કરાયો હતો. જેમાં બે દર્દી ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલા હતા અને એક દર્દી ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યો હતો. તંત્ર દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ દરમ્યાન એન્ટી લારવલ એક્ટિવિટી તેમજ ૧૯૫૫ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમીક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ, મેડિકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવાઇ હતી.

જેમાં મરણ પામેલા અને આજુ બાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓના વધુ તપાસ માટે લોહીના અને ગળા-નાકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અદાણી મેડિકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા કરાયેલા ઇન્વેસ્ટીગેશન કેસોનું બ્લડ સેમ્પલ, સિઝનલ ફ્લૂ, કોવિડ-૧૯ અને બ્લડ સીરમ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૧ દર્દી પૈકી એક દર્દી સિઝનલ ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો. તમામ ૧૧ સેમ્પલ કોવિડ-૧૯ નેગેટિવ આવ્યા હતા. જે સેમ્પલ મેડિકલ કોલેજ રાજકોટ, આઈસીએમઆર નીવ પૂણે ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.