Western Times News

Gujarati News

‘મારા માટે આરાધ્યા…’ ઐશ્વર્યાએ કર્યો મોટો ખુલાસો

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા બચ્ચનની સાથે વધારે નજરે પડે છે. અનેક ઇવેન્ટમાં તેમજ બીજી કોઇ પણ જગ્યાએ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોવા મળતાં હોય છે. થોડા સમય પહેલાં ઐશ્વર્યા અને આરાધ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં સાથે હાજરી આપી હતી, જ્યારે અભિષેક બચ્ચને મોમ જયા બચ્ચન, અમિતાભ તેમજ બહેનની સાથે એન્ટ્રી કરી હતી.

જો કે ત્યારથી ઐશ્વર્યા અને અભિષેકનાં તલાકની અફવાઓએ જોર પક્ડયું છે.જો કે હાલમાં એક જૂનાં ઇન્ટરવ્યૂની વાત વાયરલ થઇ રહી છે. એક જૂનાં ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયે આરાધ્યાને પરી કહીને જણાવ્યું હતું કે, ‘મારા માટે આરાધ્યા સૌથી પહેલાં આવે છે, બાકી બધાં પછી આવે છે.’

કરણ જોહરે જ્યારે શ્વેતાને પૂછ્યું કે ઐશ્વર્યાની કઇ વાત તમને ગમતી નથી? ત્યારે નણંદે આ વાતનો જવાબ આપ્યો કે, એ ફોન અને મેસેજનો જવાબ બહુ મોડા આપે છે. જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું કે, ઐશ્વર્યાની કઇ આદત સહન કરે છે? ત્યારે જવાબ આપ્યો કે ટાઇમ મેનેજમેન્ટ.ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જેની ઝલક જોવા માટે ફેન્સ હંમેશા આતુરતાથી રાહ જોતાં હોય છે.

ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા બચ્ચનની સાથે હંમેશા સચેત રહે છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને ૨૦ એપ્રિલ ૨૦૦૭માં લગ્ન કર્યાં હતા. ત્યારબાદ ૧૬ નવેમ્બર ૨૦૧૧નાં રોજ દીકરી આરાધ્યાનું આ દુનિયામાં સ્વાગત કર્યું. સામાન્ય રીતે આરાધ્યા મોમ એશની સાથે વધારે સ્પોટ થતી રહે છે.

ઇવેન્ટમાં પણ સાથે જોવા મળતી હોય છે.ઐશ્વર્યા રાયે ટાઇમ્સ નાઉને આપેલાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતુ કે, ‘આરાધ્યાનાં જન્મ પછી મારી અનેક પ્રાથમિક્તા બિલકુલ બદલાઇ ગઇ છે. જ્યારે હું ૧૮ વર્ષની હતી ત્યારથી અનેક જવાબદારીઓ નિભાવી રહીં છું.

આમ, આરાધ્યા પછી મારી પ્રાથમિકતા પૂરી રીતે બદલાઇ ગઇ છે. આરાધ્યા મારા માટે સૌથી પહેલાં આવે છે અને પછી બીજા બધાં પછી આવે છે.’મીડિયા રિપોટ્‌સ અનુસાર ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે, અભિષેક હંમેશા એવી કોશિશ કરે છે કે, આરાધ્યા એક સામાન્ય જીવન જીવે. ઐશ્વર્યાએ જણાવ્યું હતુ કે, આરાધ્યા ઘરે સતત મારા સોન્ગ પર ડાન્સ કરતી રહે છે.

ક્યારેક મારા સોન્ગ પર, ક્યારેક ડેડીનાં તો ક્યારેક દાદાનાં સોન્ગ પર નાચતી રહે છે. અમે આરાધ્યાનાં આસપાસનાં માહોલને સામાન્ય રાખવાની કોશિશ કરીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.