Western Times News

Gujarati News

સિદ્ધાર્થ ચતુર્વેદી-માલવિકા મોહનનનો ડાન્સ જોતાં રહી જશો

મુંબઈ, બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી એની અપકમિંગ ફિલ્મ યુધ્રાને લઇને સતત છવાયલો રહે છે. આ એક ફૂલ એક્શન ફિલ્મ છે જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદીની સાથે માલવિકા મોહનનની જોડી જામશે.

આ વચ્ચે મેકર્સે યુધ્રાનું નવું સોન્ગ રિલીઝ કર્યું છે. આ સોન્ગનું નામ સોહની લગડી છે. આ સોન્ગમાં સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનન ધમાકેદાર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ સોન્ગ રિલીઝ થતાંની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.

કેન્ચી બીટ્‌સ અને જબરજસ્ત રિધમની સાથે સોહની લગડી એક ફૂલ પાર્ટી સોન્ગ છે. વીડિયોમાં સોન્ગમાં તમે જોઇ શકો છો કો સિદ્ધાંત અને માલવિકામાં એનર્જીથી ભરપૂર પરર્ફોમ કરી રહ્યાં છે. સોન્ગને પ્રેમ અને હરદીપે કમ્પોઝ કર્યું છે. આ સાથે જાજ ધામી અનો સોના રેલેએ ગીતમાં અવાજ આપ્યો છે. રાજા રંધોકે આ સોન્ગનાં લિરિક્સ લખ્યાં છે. બોસ્કો-સીઝેનાં આ સોન્ગની કોરિયોગ્રાફી કરી છે.

ગયા મહિને ઓગસ્ટમાં મેકર્સે યુધ્રાનાં અનેક પોસ્ટર્સ શેર કર્યાં હતા જેમાં સિદ્ધાંત ચતુર્વેદી ઇન્ટેસ લુકમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મમાં એક્ટર પહેલીવાર એક્શન મોડમાં જોવા મળશે. સિદ્ધાંત ચતુર્વેદીએ ફિલ્મ માટે ખાસ તૈયારી કરી છે. પોતાની ભૂમિકાથી એમએમએ, કિકબોક્સિંગની પણ ટ્રેનિંગ લીધી છે.

સિદ્ધાંત ચતુર્વેદીની યુધ્રા માલવિકા મોહનની પહેલી હિન્દી ફિલ્મ છે. લેટેસ્ટમાં ફિલ્મ તંગલાન રિલીઝ થઇ હતી, જેમાં ચિયાન વિક્રમની સાથે માલવિકા મોહનન નજરે પડી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.