Western Times News

Gujarati News

ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ શીલજ ખાતેઃ 535 ખેલાડીઓએ ભાગ લીધો

68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય-સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન

શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

હાલમાં અમદાવાદ શહેર/જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

અમદાવાદ ગ્રામ્ય સ્કૂલ ગેમ ફેડરેશન જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા શીલજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં 535 જેટલાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.