Western Times News

Gujarati News

બાવળાના દેવડથલ ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિજાતિ ન્યાય મહાઅભિયાન હેઠળ સેચ્યુરેશન કેમ્પ યોજાયો

સરકારશ્રીની વિવિધ નવ યોજનાઓ માટે નોંધણી અને લાભોનું વિતરણ કરાયું

‘સરકાર નાગરિકોને દ્વાર’ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર તમામ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્થાન માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિજાતિ ન્યાય મહાઅભિયાનને સફળ બનાવવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ પ્રતિબદ્ધ છે.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દેવડથલ ગામે તા.10/09/2024ના રોજ PMJANMAN સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓને સંકલિત કરી નોંધણી તથા લાભોના વિતરણની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પના માધ્યમથી નાગરિકો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આધાર કાર્ડ, જાતિનો દાખલો, જનધન બેંક એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાનો મેળવે તે માટે માર્ગદર્શન આપી કેટલીક યોજનાઓમાં સ્થળ પર જ નોંધણી અને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે  મામલતદારશ્રી સી.એલ. સુતરિયાના માર્ગદર્શન બાવળા તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી બી.ડી.બાદરપુરિયા, નાયબ મામલતદારશ્રી જયેશભાઈ દેસાઈ, શિયાળ પીએચસીના ડૉ. પ્રવિણભાઈ, આયુર્વેદ અધિકારી ડૉ. અર્ચનાબહેન, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ગામેતીએ જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.