Western Times News

Gujarati News

ભૂસ્ખલનમાં પરિવાર ગુમાવ્યો, હવે કાર અકસ્માતમાં પતિનું મોત

નવી દિલ્હી, દુઃખદ ઘટનાઓ પર શોક વ્યક્ત કરતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જેન્સન અને શ્રૃતિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું, “આ સમાચાર ખૂબ જ દુઃખદ છે. આફતોના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કોઈ કરી શકે નહીં.”

જુલાઈ મહિનામાં કેરળના વાયનાડ જિલ્લામાં થયેલા વિનાશક ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂસ્ખલન સમયે અનેક પરિવારો ઉખડી ગયા હતા અને માતમ જેવો માહોલ સર્જાયો હતો. આ લોકોમાં શ્રૃતિ (૨૪)નો સમાવેશ થાય છે, જેણે પોતાનો આખો પરિવાર ગુમાવ્યો હતો અને હવે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.

બુધવારે શ્›પીને વધુ એક મોટો આઘાત લાગ્યો જ્યારે તેની મંગેતર જેન્સનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું.ડૉ. મૂપેન મેડિકલ કાલેજના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે અકસ્માત દરમિયાન થયેલી અનેક ઈજાઓને કારણે જેન્સન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને રાત્રે ૮ઃ૫૦ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.

પીટીઆઈના અહેવાલ મુજબ, ડોકટરોએ જણાવ્યું કે તેના નાકમાંથી ઘણું લોહી વહી રહ્યું છે અને તેના મગજમાં આંતરિક ઈજા થઈ છે.મંગળવારે જેન્સનને અકસ્માત થયો હતો જ્યારે તેની કાર ખાનગી બસ સાથે અથડાઈ હતી. કારમાં હાજર શ્રૃતિ અને જેન્સનના પરિવારના ઘણા સભ્યો ઘાયલ થયા હતા.

મેડિકલ સ્ટાફના પ્રયત્નો છતાં જેન્સનને બચાવી શકાયો ન હતો.શ્રૃતિના પરિવારના નવ સભ્યો, જેમાં તેના માતા-પિતા (શિવન્ના, સબિતા) અને તેની નાની બહેન શ્રેયાનો સમાવેશ થાય છે, મેપ્પડી પંચાયતના ચુરલમાલા અને મુંડક્કાઈ ગામમાં ૩૦ જુલાઈના રોજ ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા.

આ દુર્ઘટનાએ અચાનક તેનું જીવન બદલી નાખ્યું. પરિવારના ઘણા સભ્યો ગુમાવ્યા પછી, શ્રૃતિના જીવનમાં તેના પતિ જેન્સનનો આધાર હતો. આ કપલે દુર્ઘટનાના થોડા અઠવાડિયા પહેલા ૨ જૂને સગાઈ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.