Western Times News

Gujarati News

સિદ્ધાર્થ અને અદિતીને એપલના સીઈઓ ટીમ કૂકે ઈન્વાઈટ કર્યાં

મુંબઈ, એક્ટર કપલ અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ મલહોત્રા અમેરિકામાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. વેકેશન દરમિયન તેમને એપલના સીઈઓ ટૂમ કૂક દ્વારા ખાસ આમંત્રણ મળ્યું હતું. જેના પગલે આઈફોન ૧૬ની નવી સિરીઝના લોન્ચમાં તેમણે હાજરી આપી હતી.

એપલ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી ઈવેન્ટમાં અદિતી-સિદ્ધાર્થે એપલના સીઈઓ ટીમ કૂક સાથે યાદગાર ક્ષણો માણી હતી. પોતાના આ અનુભવને તેમણે ફોટોગ્રાફ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો. અદિતીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ શેર કરતી વખતે આ અનુભવને જાદુઈ અને અવિસ્મરણિય ગણાવી ટીમ કૂકને અત્યંત નમ્ર અને સાલસ ગણાવ્યાં હતાં.

અદિતીએ વધુમાં કહ્યું હતું કે, આ બે દિવસ તેમના માટે વિશે હતા. આ સમયગાળામાં તેઓ અકલ્પનીય બ્રિલિયન્ટ, અત્યંત સર્જનાત્મક અને ટેકનોલોજીના ઉચ્ચતમ સ્તરના સાક્ષી બન્યા હતા. એપલની ઈકોસીસ્ટમ બનાવનારા વિશેષ લોકોને મળવાનો અનુભવ યાદગાર હતો.

આ મુલાકાતથી હૈયું ભરાઈ ગયું હતું અને માનસિક ઊર્જાનો અનુભવ થયો હતો. અદિતી અને સિદ્ધાર્થે પોતાને એપલ બ્રાન્ડના ચાહક ગણાવ્યા હતા. અદિતી અને સિદ્ધાર્થે થોડા સમય પહેલાં સગાઈ કરી હતી અન હવે ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

અદિતિના પરિવારનું પ્રાચીન મંદિર તેલંગાણામાં આવેલું છે. ૪૦૦ વર્ષ પ્રાચીન વાનાપાર્થી મંદિરમાં તેઓ પરંપરાગત વિધિથી લગ્ન કરશે. અદિતી અને સિદ્ધાર્થની પ્રથમ મુલાકાત ૨૦૨૧માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. બંનેના અંગત જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હતી ત્યારે એકબીજાની નજીક આવ્યા હતા. લાંબા સમયના ડેટિંગ બાદ તેમણે સગાઈ કરી હતી અને ટૂંક સમયમાં તેઓ ધામધૂમથી લગ્ન કરવા માગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.