Western Times News

Gujarati News

સલમાન ખાનની ‘સિકંદર’માં રશ્મિકા સાથે કાજલ પણ જોડાઈ

મુંબઈ, જ્યારે એવી જાહેરાત કરવામાં આવી કે સલમાન ખાનની ‘સિકંદર’માં રશ્મિકા મંદાના પણ જોવા મળશે. ત્યારે સોશિયલ મીડિયા પર આ અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી.

હવે વધુ એક સ્ટાર આ ફિલ્મ સાથે જોડાશે. કેટલાંક વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કાજલ અગ્રવાલ પણ ‘સિકંદર’ની કાસ્ટમાં જોડાઈ ગઈ છે. રશ્મિકા આ ફિલ્મમાં છે જ તો હવે કાજલ કયો રોલ કરશે તો જોવાનું રસપ્રદ રહેશે. બાહુબલી સ્ટાર સત્યરાજ પણ મહત્વના રોલમાં છે.

આ ફિલ્મમાં પ્રતીક બબ્બર મુખ્ય વિલનની ભુમિકામાં છે. ફિલ્મના ડિરેક્ટર એ મુર્ગાદોસ અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા આ ફિલ્મને એક મોટી ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં સલમાનના મિત્રોને મજા પડી જાય. રશ્મિકા તાજેતરમાં જ સાજીદ નડિયાદવાલાની ઓફિસ બહાર જોવા મળી હતી.

તે આ ફિલ્મ માટેના લૂક ટેસ્ટ માટે આવી હતી, જે આવતા વર્ષે રિલીઝ થવાની છે. સામાન્ય રીતે સલમાનની ફિલ્મો ઇદ પર રિલીઝ થતી હોય છે, તેથી તેના ફૅન્સ એવું વિચારે છે કે આ ફિલ્મ પણ આવતા વર્ષે ઇદ પર જ રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.