Western Times News

Gujarati News

બસ સ્ટેન્ડ, હોટેલ્સ, ગેસ્ટહાઉસ અને ખાણીપીણી બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, સુરતમાં ગણપતી પંડાલમાં થયેલી માથાકુટ બાદ સમગ્ર ગુજરાત પોલીસે તંત્ર સફાળું જાગી ઉઠયું છે. આગામી ગણેશ વિસર્જન તથા ઈદે-મીલાદના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તેના માટે થઈને શહેરના ઝોન-૭ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનની હદમાં ગત રાત્રીના સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટેશન દીઠ ૩ટીમો બનાવીને હોટેલ તથા વાહન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઝોન-૭ ડીસીપી દ્વારા ગણપતી વિસર્જન તથા ઈદે-મીલાદ તહેવાર અને આગામી સમયમાં વડાપ્રધાન અમદાવાદ શહેરની મુલાકાતે આવવાના હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તેના માટે થઈને વાહન ચેકીગ અને હોટલોમાં સરપ્રાઈઝ ચેકીગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય કે આ ચેકીગ દરમ્યાન કુલ પપપ જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા અને મોટર વ્હીકલ એકટ મુજબ ર ગુના નોધાવામાં આવ્યા છે

તે ઉપરાંત કાળાકાચ અને નંબર પ્લેટ વિનાના કુલ ૭ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. ર૬ વાહનચાલકને સ્થળ પર મેમા આપીને કુલ રૂ.૩પ,પ૦૦નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વધુમાં ઝોન-૭ ના તાબામાં આવતા પોલીસ સ્ટેશનમાં જુદીજુદી ટીમો બનાવીને તડીપાર કરવામાં આવેલા વ્યકિતઓના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવી છે.

આ સાથે જ ર૮ જેટલા હીસ્ટ્રીશીટર ૪૧ જેટલા ગુનેગારો કે જેઓ પ્રોહીબીશન અને નાર્કોટીકસના ગુનામાં સજા કાપી ચુકયા હોય તેવા લોકોના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. આ અઉપરાંત પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ૧૩ જેટલા શખ્સોની ઉલટ તપાસ કરવામાં આવી છે તથા ૯૪ શંકાસ્પદ વ્યકિતઓને ચકાસવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ, હોટેલ્સ, ગેસ્ટહાઉસ અને ખાણીપીણી બજારમાં સરપ્રાઈઝ ચેકીગ હાથ ધરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.