Western Times News

Gujarati News

સેન્સેક્સ પેકમાં નેસ્લે સિવાય અને તમામ ૨૯ શેર્સમાં ૪.૩૬ ટકા સુધી ઉછાળે બંધ રહ્યા

સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઇ ઃ શેર બજારમાં ગુલાબી તેજીથી રોકાણકારોને હાશકારો-રોકાણકારોની મૂડીમાં ૭ લાખ કરોડ રૂપિયા વધ્યા

(એજન્સી)મુંબઈ, વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે, આ સાથે સેન્સેક્સ ૮૩૦૦૦નું રૅકોર્ડ લેવલ વટાવવામાં સફળ રહ્યો છે. નિફ્ટી પણ ૨૫૪૩૩ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. આ સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. ૭.૪૭ લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સ બપોરના ૨.૦૦ વાગ્યા બાદના ટ્રેડિંગ સેશનમાં આકર્ષક ૧૫૯૩ પોઇન્ટના ઉછાળા સાથે ૮૩૧૧૬.૧૯ની રૅકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જે અંતે ૧૪૩૯.૫૫ પોઇન્ટના ઉછાળા સાથે ૮૨૯૬૨.૭૧ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૪૭૦.૪૫ પોઇન્ટ ઉછળી ૨૫૩૮૮.૯૦ પર બંધ રહ્યો હતો.

શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો. ઓટો, મેટલ, અને એનર્જી શેર્સમાં તેજી સાથે ઇન્ડેક્સ ૨ ટકા સુધી ઉછળ્યા હતાં. જેમાં ટેલિકોમ ઇન્ડેક્સ ૨.૬૧ ટકા ઉછાળા સાથે ટોપ પર્ફોર્મર રહ્યો હતો. એફએમસીજી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટૅક્નોલાજી ઇન્ડેક્સ ૧ ટકાથી વધુ ઉછાળા સાથે આજે રૅકોર્ડ ટોચે પહોંચ્યા હતા. મીડકેપ ૧.૩૨ ટકા અને સ્મોલકેપ ૦.૭૯ ટકા ઉછાળે બંધ રહ્યા હતા.

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ ૪૦૬૯ Âસ્ક્રપ્સ પૈકી ૨૩૩૭ શેર્સ સુધારા તરફી અને ૧૬૦૯ શેર્સ ઘટાડા તરફી બંધ રહ્યા હતા. ૨૭૮ શેર્સ વર્ષની ટોચે અને ૩૬ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

સેન્સેક્સ પેકમાં નેસ્લે સિવાય અને તમામમાં ૨૯ શેર્સમાં ૪.૩૬ ટકા સુધી ઉછાળે બંધ રહ્યા હતાં. નેસ્લે ૦.૦૯ ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ઈસીબી અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા પ્રબળ બનતાં શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવા મળી છે. વધુમાં સ્થાનિક સ્તરે પણ ફુગાવો અને આઈઆઈપીના સકારાત્મક આંકડાઓએ પણ માર્કેટને ટેકો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.