Western Times News

Gujarati News

ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચાર કરી શકે છે

બ્રેન્ટ ક્રૂડનો દર બેરલ દીઠ ૭૧.૪૯ ડોલર જોવા મળ્યો હતો.-છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડો થયો છે

(એજન્સી)નવી દિલ્હી, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં ટૂંક સમયમાં જોવા મળી શકે છે. ઓઈલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમત નીચી રહેશે, તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે, સરકાર ક્રૂડ ઓઈલ ઉત્પાદન વધારવા અને રશિયા જેવા સસ્તું ક્રૂડ વેચતા દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો પ્રયાસ વધારી રહી છે.

લગભગ બે વર્ષ પછી કંપનીઓ દ્વારા કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે દેશના લોકો માટે મોટી રાહત હશે. છેલ્લે એપ્રિલ ૨૦૨૨માં તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલની કિંમત નીચી રહે છે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચારી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તરે આવ્યા છે. જેના કારણે ઓઈલ કંપનીઓના નફામાં વધારો થયો છે. ભાવ ઘટવાથી નીચા દરે પેટ્રોલ અને ડીઝલના સપ્લાયનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા, ૧૦ સપ્ટેમ્બરના રોજ, બ્રેન્ટ ક્રૂડ ડિસેમ્બર ૨૦૨૧ પછી પ્રથમ વખત બેરલ દીઠ ૭૦ ડોલરથી ઘટ્યો હતો, ગુરુવારે (૧૨ સપ્ટેમ્બર) બ્રેન્ટ ક્રૂડનો દર બેરલ દીઠ ૭૧.૪૯ ડોલર જોવા મળ્યો હતો.

કિંમતોમાં ઘટાડાને કારણે રિટેલર્સ અને સરકારી ઓઈલ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. સરકારી કંપનીઓ બજારમાં લગભગ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. ગુરૂવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલ રૂ. ૫૧ વધી રૂ. ૫,૭૦૯ પ્રતિ બેરલ થયું હતું. મજબૂત સ્પોટ ડિમાન્ડને પગલે સહભાગીઓએ તેમની સ્થિતિ વધારી છે.

એમસીએક્સ પર, આૅક્ટોબર ડિલિવરી માટે ક્રૂડ ઓઇલ ૧૧,૩૦૬ લોટમાં રૂ. ૫૧ વધીને રૂ. ૫,૭૦૯ પ્રતિ બેરલ પર ટ્રેડ થયું હતું. વૈશ્વિક સ્તરે, ન્યુ યોર્કમાં, ક્રૂડ ઓઇલ ૧.૨૬ ટકા વધીને યુએસ ૬૮.૧૬ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ ૧.૩૨ ટકા વધીને યુએસ ૭૧.૫૪ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.