Western Times News

Gujarati News

અંબાજી ખાતે આગામી તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ભાદરવી પૂનમ મહમેળો – ૨૦૨૪

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીગાંધીનગરગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્રબનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનુ અંબાજી ખાતે તારીખ ૧૫/૦૯/૨૦૨૪ થી ૧૭/૦૯/૨૦૨૪ દરમ્યાન ડી. કે. ત્રિવેદી હાઉસની સામેહડાદ રોડઅંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે.

જેમા તારીખ ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ શ્રી ભાવિન સોલંકી તારીખ ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ સુશ્રી ઈન્દિરાબેન શ્રીમાળી તથા તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ શ્રી અરવિંદ વેગડા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય બપોરે ૦૩:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ નો રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહે તેવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.       


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.