Western Times News

Gujarati News

ગોંડલમાં મળેલું ચાઈનીઝ લસણ મુંબઈથી આવ્યું, FSLમાં નમૂના મોકલાયા

રાજકોટ, રાજકોટ જીલ્લાના ગોડલ માર્કેટીગ યાર્ડમાં પાંચ દિવસ પહેલા ચીનનું પ્રતીબધીત લસણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી લસણનું સેમ્પલ એફ.એસ. એલ.માં મોકલી આપ્યું છે. ચાઈનીઝ લસણ ગોડલ માર્કેટ યાર્ડમાં મળી આવ્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. દેશભરમાં યાર્ડમાં વેપારીઓ હરાજી બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.

ગોડલ યાર્ડમાં પાંચ દિવસ પહેલા લસણની આવક સાથે રૂ.૧.૮૦ લાખની કિમતનું ચાઈનીઝ લસણ ઘુસી આવ્યું હતું.આ મામલે યાર્ડનાં કર્મચારીનું ધ્યાન જતા તેણે ચેરમેનને જાણ કરતા પ્રતીબંધીત એવા ચાઈનીઝ લસણ અંગે ભાંડાફોડ થવા પામ્યો હતો.

દરમ્યાન લસણ અંગે યાર્ડની વેપારી પેઢી અમૂલ એન્ટરપ્રાઈઝના પ્રફુલભાઈ ચનીયારાએ બી ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસ ટીમી દોડી આવી હતી અને ચાઈનીઝ લસણનો જથ્થો મોકલનારા ઉપલેટાના અરતાફ ઉર્ફે અલ્તાફભાઈ સામે જાણવાજોગ ફરીયાદ નોધાવી હતી. પોલીસે તેની પુછપરછ કરતા લસણ મુંબઈથી તેના મીત્ર અફઝલભાઈએ મોકલાવ્યાનું જણાવ્યું હતું. આમ પોલીસે મુંબઈ સુધી તપાસનો દોર લંબાવ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉપલેટા યાર્ડમાં અલ્તાફમાં લસણ જીરૂ, સહીતની જણસીઓના વેપાર કરે છે. ગોડલ યાર્ડમાં તેમની જણસીઓઅ વેચાવા આવે છે. મુંબઈનાં અફઝલભાઈ પાસેથી અલગ અલગ જણસીઓ તેવો મંગાવતા હોવાથી લસણ મંગાવ્યું હતું. લસણનાં જથ્થામાં ચાઈનીઝ લસણ આવ્યાનું અલ્તાફભાઈએ જણાવ્યું હતું.

આ મામલે કાર્યવાહી કરીને પોલીસે ચાઈનીઝ લસણના સેમ્પલ એફ.એસ. એલ.ને મોકલી બાકીના જથ્થાને સીલ કર્યો છે. એફ.એસ.એલ પરીક્ષણમાં લસણ ચાઈનીઝ હોવાનું બહાર આવશે તો ગુનો નોધી કાર્યવાહી કરાશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.