Western Times News

Gujarati News

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની કોમેડીમાં શેહનાઝ-મલ્લિકાની ધમાલ

મુંબઈ, આખરે વિકી અને વિદ્યાના વાયરલ વીડિયો અંગેની આતુરતાનો અંત આવી રહ્યો છે. ગુરુવારે આ ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું, જેમાં વિકી અને વિદ્યા એટલે કે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી ૯૦ના દાયકાના દંપતિના પાત્રમાં જોવા મળે છે.

આ એક હિલિરિયસ કોમેડી ફિલ્મ હોવાનો અંદાજ તેના ટ્રેલર પરથી આવે છે. જેમાં તૃપ્તિ અને રાજકાર સિવાય શહેનાઝ ગિલ અને મલ્લિકા શેરાવતની ઝલકથી લોકોને ખાસ મજા પડી છે.

આ ટ્રેલર ૩ મિનિટ અને ૩૨ સેકન્ડનું બનાવવામાં આવ્યું છે જેમાં ૧૯૯૭નો મહેન્દી આર્ટિસ્ટ વિકી તેની દુલ્હન વિદ્યાને લગ્નની રાતનો વીડિયો રેકોર્ડ કરવા મનાવી લે છે. જ્યારે આ સીડી પ્લેયર અને સીડી બંને ચોરાઈ જાય છે, ત્યારે કેવી અંધાધૂંધ સ્થિતિ સર્જાય છે, તે જોવામાં ફિલ્મ ખરી મજા કરાવશે.

બુધવારે આ ફિલ્મનો પ્રોમો લોંચ કરવામાં આવ્યો. જેમાં કાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીએ પોતાની આવનારી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ની અનાઉન્સમેન્ટ કરી.

જેમાં તેમણે ટ્રેલર અને ફિલ્મ રિલીઝની તારીખ પણ જાહેર કરી હતી. આ વીડિયોમાં રાજકુમાર અને તૃપ્તિ એક જૂના ટીવીમાં ૯૦ના દાયકાના ન્યૂઝરીડર તરીકે આવ્યાં હતાં. બંનેએ વાંચવાના ચશ્મા પહેર્યાં હતાં. તૃપ્તિએ એક લીલા કલરની સાડી પહેરી હતી, જ્યારે દાઢીવાળા રાજકુમાર રાવે કાળો શર્ટ અને લાલ ટાઈ પહેરી હતી.

આ વીડિયોમાં પહેલાં લખેલું આવ્યું કે,‘ટી-સીરિઝ ન્યુઝ….બોમ્બે સમાચાર’. જ્યારે તૃપ્તિ અને રાજકુમાર એવું કહેતાં સંભળાયા,“નમસ્કાર..ઇસ વક્ત કી સબસે બડી ખબર આ રહી હે માયા નગરી મુંબઈ સે..જહાં જાને માને નિર્માતા ભુષણ કુમાર, મા મુરાદેં મેરી પુરી કર દે હલવા બાટંગી રે સે લેકર ચાર બોટલ વોડકાકામ મેરા રોઝ કા બનાને વાલે ટી-સિરીઝ કે માલિક, અન્ય કઈ નિર્માતાઓં કે સાથ લે કર આ રહે હેં ૧૦૦ટકા ૯૦ કા સિનેમા.

ફિલ્મ કા નામ હૈ, વિકી વિદ્યા કા વો વાલા વીડિયો.” તેના મુખ્ય કલાકારો વિશે વાત કરતાં તૃપ્તિ ડિમરી બોલે છે,“ફિલ્મ મેં હેં વૌ પુરુષ જો સ્ત્રી મેં હેં રાજકુમાર રાવ.” આગળ રાજકુમાર કહે છે,“ઔર જિન્હે દેખ કે લગતા હેં પહેલે ભી મેં ઇન સે મિલા હું, તૃપ્તિ ડિમરી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.