Western Times News

Gujarati News

‘હનુમાન’ યુનિવર્સમાં પ્રશાંત વર્મા બોલિવૂડ એક્ટર્સને કાસ્ટ કરશે

મુંબઈ, પ્રશાંત વર્માની ‘હનુમાન’ બ્લોકબસ્ટર હિટ રહી હતી. જે ઓરિજિનલી તેલુગુ સુપરહિરો ફિલ્મ હતી, જેમાં તેજા સજ્જાએ લીડ રોલ કર્યાે હતો.

તાજેતરમાં જ પ્રશાંતે ‘હનુમાન સિનેમેટિક યુનિવર્સ’ની વધુ બે ફિલ્મોની જાહેરાત કરી હતી. જેમાં ‘જય હનુમાન’ અને ‘અધીરા’ ફિલ્મનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેણે એવો પણ ખુલાસો કર્યાે છે કે તે પોતાની ફિલ્મમાં બોલિવૂડ એક્ટર્સને મહત્વના રોલ માટે કાસ્ટ કરશે.

પ્રશાંતે કહ્યું હતું કે તેણે કેટલાંક કલાકારો સાથે મુલાકાત કરી છે અને ‘હનુમાન યુનિવર્સ’ની ફિલ્મોના આઇડિયા પર ચર્ચા પણ કરી છે. તે બોલિવૂડના કલાકારોને લેવા વિચારે છે, પરંતુ હજુ તેની ફિલ્મો પ્રાથમિક તબક્કામાં છે. તેથી હાલ તે કયા કલાકારોને કાસ્ટ કરશે તે કહેવું મુશ્કેલ છે.

પ્રશાંતે એવું પણ કહ્યું હતું કે શરૂઆતમાં તેની ફિલ્મ ‘જય હનુમાન’ જાન્યુઆરી ૨૦૨૫માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ પોસ્ટપોન થઈ છે. તેનું કારણ આપતાં પ્રશાંતે કહ્યું કે ‘હનુમાન’ ૧૦૦ કરોડ કમાઈ અને સફળ ગઈ તેથી તેની ટીમ પર હવે આગળની ફિલ્મ પણ એટલી જ સફલ થાય તેની જવાબદારી છે. તેથી તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટવે વધુને વધુ સારી બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે.

તેણે એમ પણ કહ્યું કે દર્શકો હનુમાનજી પાસે જેટલાં એક્શન સીનની અપેક્ષા રાખે છે તે દરેક પ્રકારના એક્શન સીન આ ફિલ્મમાં જોવા મળશે. તેના માટેનું કાસ્ટિંગ થઈ ગયું છે. તેમજ આ વખતની ફિલ્મમાં એડવાન્સ્ડ વીએફએક્સનો ઉપયોગ થશે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ વધુ ઝડપથી કરવામાં આવશે.

ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આગળ પ્રશાંત વર્માએ કહ્યું કે ‘જય હનુમાન’ પહેલાં ‘અધીરા’ રિલીઝ થશે. તે અન્ય બે ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે. તેનું શૂટિંગ પણ આ મહિનાથી શરૂ થશે. તેમણે કહ્યું કે ‘હનુમાન’ યુનિવર્સની વર્ષમાં એક કે બે ફિલ્મો દર વર્ષે રિલીઝ કરવાનો તેમનો ઇરાદો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.