Western Times News

Gujarati News

Viએ અંબાજીમાં ભાદરવી પૂર્ણિમા મેળામાં યાત્રાળુઓ માટે ઈમરજન્સી ફર્સ્ટ એઈડ સેન્ટર ઉભું કર્યું

  • પ્રાથમિક સારવાર કેન્દ્ર 12મી અને 18મી સપ્ટેમ્બર 2024 વચ્ચે વાર્ષિક મેળા દરમિયાન મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે છે
  • દેશભરના Vi ગ્રાહકો Vi એપ, Vi મૂવીઝ અને ટીવી એપ પર ગમે ત્યારે, ગમે ત્યાંથી અંબાજી મંદિરના લાઈવ દર્શનનો અનુભવ કરી શકે છે
  • વપરાશકર્તાઓને ડિજિટલ મોરચા તરફ વધુ આકર્ષવા માટે Vi એપની સુવિધાઓ અંગે જાગૃત કરવા માટે ડિજિટલ એક્સપીરિયન્સ ઝોન ઉભો કરાયો છે

અગ્રણી ટેલિકોમ ઓપરેટર Viએ આજે ​​જાહેરાત કરી હતી કે કંપનીએ 12મીથી 18મી સપ્ટેમ્બર 2024 દરમિયાન અંબાજી ભાદરવી પૂર્ણિમા મેળામાં ભાગ લેનાર યાત્રાળુઓના લાભ માટે એક સમર્પિત પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભું કર્યું છે. અંબાજી મંદિરની નજીક સ્થિત, આ કેન્દ્ર પ્રાથમિક સારવારની કિટ્સ, આવશ્યક તબીબી પુરવઠા અને યાત્રિકોને આરામ કરવા માટે પથારી સહિતની સુવિધાઓથી સજ્જ છે. જરૂરિયાતના સમયે ભક્તોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે એક ક્વોલિફાઈડ તબીબ પણ ઉપલબ્ધ રહેશે.

પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપરાંત, Vi તેના વપરાશકર્તાઓ માટે ધાર્મિક પ્રસંગના સમગ્ર સમયગાળા માટે અંબાજી મંદિરથી લાઈવ દર્શનની સુવિધા પણ લાવી રહ્યું છે. Vi વપરાશકર્તાઓ 12 થી 18 સપ્ટેમ્બર વચ્ચે સવારે 6 થી 11 વાગ્યા સુધી Vi એપ અને Vi મૂવીઝ તેમજ ટીવી એપ પર દૈનિક ધાર્મિક વિધિઓ લાઈવ જોઈ શકે છે. આ ઉપરાંત રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે અગાઉના દિવસની ધાર્મિક વિધિઓનું રેકોર્ડ કરેલું પ્રસારણ પણ જોઈ શકાશે.

આ પહેલ અંગે વોડાફોન આઈડિયા લિમિટેડના ક્લસ્ટર બિઝનેસ હેડ- ગુજરાત,સુકાંતા દાસે જણાવ્યું હતું કે “વાર્ષિક અંબાજી મેળો ગુજરાતના સૌથી શુભ અને સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંથી એક છે. વર્ષ પ્રતિ વર્ષ, Vi મંદિરની આસપાસ તીર્થયાત્રીઓની સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સાધે છે. Vi એપ અને Vi Movies & TV એપ દ્વારા સ્ટ્રીમ કરવામાં આવેલા લાઈવ દર્શનના માધ્યમથી ગયા વર્ષે Viના 1 લાખથી વધુ વપરાશકર્તાઓએ અંબાજી માતાની આરતી લાઈવ નિહાળી હતી.”

Vi એ ગ્રાહકોને Vi એપ દ્વારા Vi ની પ્રોડક્ટ્સ અને સર્વિસની સમગ્ર શ્રેણી અંગે માહિતગાર કરવા માટે ઇન્ટરેક્ટિવ સ્ક્રીન સાથે  મેળામાં એક ડિજિટલ એક્સપિરિયન્સ ઝોન પણ તૈયાર કર્યો છે.

ડિજિટલ યુગમાં મોબાઇલ વપરાશકર્તા તેમના લેટેસ્ટ ઉપકરણોમાંથી વધુ મેળવવા સક્ષમ બને તે માટે, Vi ગ્રાહકોને 5G સ્માર્ટફોન અથવા નવા 4G સ્માર્ટફોન પર એક વર્ષમાં 130GB ગેરેંટીવાળા વધારાના ડેટાની ઓફર કરી રહી છે, જેમાં સતત 13 રિચાર્જ સાઈકલ માટે દર 28 દિવસે 10GB આપમેળે ક્રેડિટ થાય છે.

અંબાજી મંદિરના લાઈવ દર્શન માટે કૃપા કરીને મુલાકાત લો, :https://vimtv.app.link/YRY7qVFxNMb


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.