Western Times News

Gujarati News

સાણંદ GIDCમાં અપૂરતા ફંડના કારણે આધુનિક ફાયર સુવિધાનો અભાવ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સાણંદ જી.આઈ.ડી.સી ખાતે શુક્રવાર સાજે 7:00 વાગ્યા ના સુમારે પ્લાસ્ટિક ના દાણા બનાવતી મેકીંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી કે જે ક્રિષ્ન લીલા હોટલની પાછળ સાણંદ જઈ.આઈ.ડી.સી ખાતે આવેલ છે. જેમા અચાનક વિકરાળ આગ ફાટી નીકળવાનો બનાવ બન્યો હતો.

આ આગના બનાવમા ફેક્ટરી મા રાખવામા આવેલ પ્લાસ્ટિક ના દાણા નુ રોમટીરીયલ, મશીનરી,  ફીનીશ ગુડ્સ, તૈયાર માલ તથા ફેક્ટરીની ઈમારત ને ગંભીર નુકસાન થયું છે. આગ 3 કલાકની ભારે જહેમત બાદ કાબુ મા આવેલ હતી.આગ લાગ્યાની જાણ થતા સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની પોતાની ફાયર સર્વિસ, તથા  ટાટા મોટર્સ ની તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડ ના કુલ પાંચ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા મા આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા લાંબા સમય થી સાણંદ નગરપાલિકાના ફાયર ના વાહનો ટેકનીકલ ખામી અને સ્ટાફ ના અભાવે બંધ હાલત મા હોવાથી સાણંદ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા તેની આસપાસ ના ઔદ્યોગિક વિસ્તારો મા બનતી આગની અવાર-નવાર ઘટના સમયે આગ બુઝાવવાની આવશ્યક સેવાઓ સ્થાનિક લેવલે નહી મળતા ,સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઊભી કરવામા આવેલ મર્યાદિત ફાયર સર્વિસ થી કામ ચલાવવામા આવી રહેલ છે.

વધારે વિકરાળ આગના બનાવો મા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ફાયર સર્વિસ પહોંચાડવા મા દોઢ થી બે કલાક નો સમય લાગી જતો હોવાથી આગના બનાવના સમયે જે તે ઔદ્યોગિક એકમ ને ખૂબ જ મોટા પ્રમાણ મા નુકસાન ભોગવવાનો વારો આવે છે.

સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની અત્યાધુનિક ફાયર સર્વિસ પણ ઊભી કરવા માટે જમીન સંપાદન થઈ ગઈ હોવા છતા તેમજ ફાયર સ્ટેશન ના બાંધકામ ને લગતી અન્ય તૈયારીઓ પણ પુરી થયેલ હોવા છતા જી. આઈ.ડી.સી પાસે પુરતી નાણાંકીય જોગવાઇ નહી હોવાથી બજેટ ફાળવવા મા આવતુ નથી અને નવુ ફાયર સ્ટેશન બનાવવાનુ કાર્ય ખોરંભે ચડેલ છે.

ભૂતકાળ મા ગુજરાત રાજય સરકાર ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવા માટે 40% ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી 40% જેતે જી. આઈ.ડી.સી તથા 20% ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ખર્ચ ના રકમની જોગવાઇ કરી જેતે ઔદ્યોગિક એકમ વિસ્તાર મા ફાયર સર્વિસ બનાવવા માટે સરકાર દ્વારા બનાવેલ આ યોજના અભરાઈએ ચડાવી દેવામા આવી છે તેમ જાણવા મળેલ છે.

આગ અકસ્માતના બનાવો સમયે સમયસર અગ્રિમતા ના ધોરણે ફાયરની સેવાઓ ત્વરિત પુરી પાડવા મા રાજય સરકાર સાથે સંકલન નો અભાવ અને જી.આઈ.ડી.સી સત્તા તંત્ર દ્વારા  દાખવવા મા આવતી સદંતર નિષ્ક્રિયતા ને પરીણામે ઔદ્યોગિક એકમોને આગ અકસ્માત ના સમયે સમયસર સેવાઓ નહી મળતા જે સમસ્યાઓ નો સામનો કરવો પડે છે તેને પરિણામે ઔદ્યોગિક એકમ ના માલિકો મા રોષ ની લાગણી ઉશ્કેરાટ ઊભી થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.