Western Times News

Gujarati News

કર્મચારી મંડળ દ્વારા 17 મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત

કર્મચારીઓના તમામ પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર: તેમના પ્રશ્નોને લઈને  હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે : સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

અમદાવાદ, શનિવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કેગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યું કેકર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓ ની તમામ માંગણીઓ મુખ્યમંત્રી શ્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીશ્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી શ્રી

શ્રી કનુભાઈ દેસાઈશ્રી ઋષિકેશભાઇ પટેલ,શ્રી કુબેરભાઇ ડિંડોર અને રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ,શ્રી પ્રફુલ્લ ભાઇ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.

વધુમાં મંત્રીશ્રી એ ઉમેર્યું કેકર્મચારીઓ ના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીશ્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કેકર્મચારીઓના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં  કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તા.૧૭મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.