Western Times News

Gujarati News

હું દેશના કલ્યાણના માર્ગે ચાલી નીકળ્યો છું, પાછો હટવાનો નથીઃ વડાપ્રધાન

હું સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છું હું દેશહિત માટેના નિર્ણયો લેવામાં ક્યારેય પાછો નહીં પડુ ઃ વડાપ્રધાન

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ બન્યા બાદ આજે પ્રથમવાર ગુજરાત આવ્યા છે, આ દરમિયાન તેમણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં આવેલા પૂરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યો છુ. આપ સહુની વચ્ચે આવ્યો છુ. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મને પ્રેમથી ભરી દીધો છે. દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને પોતાનાઓના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઊર્જા મળે છે. તેનાથી ઉત્સાહ અને જોશ વધી જાય છે.

આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા પધાર્યા તે મારુ સૌભાગ્ય છે. તેમણે કહ્યુ મને ગુજરાતના તમામ લોકોની અપેક્ષાની પણ ખબર છે. વારંવાર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી મેસેજ પણ આવતા હતા. ત્રીજીવાર શપથ લીધા બાદ હું જલદી તમારી વચ્ચે આવીશ.

વડાપ્રધાને કહ્યુ ૬૦ વર્ષ બાદ દેશની જનતાએ એક ઈતિહાસ રચ્યો છે. એક જ સરકારને લગાતાર ત્રીજીવાર દેશની સેવા કરવાનો અવસર પ્રદાન થયો છે. પીએમએ વિપક્ષ પર નિશાન તાક્યુ કે છેલ્લા ૧૦૦ દિવસમાં તમે જોયુ હશે કે જાણે કેવી કેવી વાતો થવા લાગી, મારી મજાક ઉડાવવા લાગ્યા, મોદીની મશ્કરી કરવા લાગ્યા અને તર્કવિતર્ક કરવા લાગ્યા. લોકો મજા લેતા હતા. લોકોને પણ આશ્ચ્‌ર્ય હતુ કે મોદી કેમ ચૂપ છે. પરંતુ ગુજરાતના ભાઈઓ બહેનો સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છે.

દરેક મજાક, દરેક અપમાનને સહન કરતા એક પ્રણ લેતા ૧૦૦ દિવસ તમારા કલ્યાણ, દેશ હિત માટે નીતિ બનાવવા અને નિર્ણય લેવામાં લગાવ્યા છે. અને નક્કી કર્યુ હતુ કે જેને જેટલી મજાક ઉડાવવી હોય ઉડાવી લે. પણ મે નક્કી કર્યુ હતુ કે હું એકપણ જવાબ નહીં આપુ.

પીએમએ કહ્યુ દેશમાં ૭૦ વર્ષથી ઉપરના જેટલા પણ વૃદ્ધો છે તેમને ૫ લાખની મફત સારવાર મળશે. હવે મિડલ ક્લાસના દીકરા-દીકરીઓએ માતાપિતાની સારવારની ચિંતા નહીં કરવી પડે. આ ૧૦૦ દિવસમાં યુવાનોની નોકરી, રોજગાર, સ્વરોજગાર માટે મોટા નિર્ણયો લેવાયા. યુવાનો માટે ૨ લાખ કરોડ રૂપિયાના વિશેષ પીએમ પેકેજની જાહેરાત કરાઈ. જેનો ફાયદો ૪ કરોડથી વધુ યુવાનોને થશે. હવે કંપનીમાં પ્રથમ નોકરીની પ્રથમ સેલરી પણ સરકાર આપશે.

પીએમએ ઉમેર્યુ કે સરકારની મુદ્રા લોન યોજના સ્વરોજગારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી છે. તેની સફળતાને જોતા લોનની કિમત ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરી દેવાઈ છે. મે માતાઓ બહેનોને ગેરંટી આપી હતી. ૩ કરોડ લખપતિ દીદીની, ગત વર્ષોમં ૧ કરોડ લખપતિ દીદી બની છે. ત્રીજી ટર્મમાં પ્રથમ ૧૦૦ દિવસોમાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૧૧ લાખ નવી લખપતિ દીદી બની છે.

તેલિબિયા ઉગાડનારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. દેશના ખેડૂતો તેલિબિયાના ખેડૂતોના ફાયદા માટે વિદેશી તેલની આયાત પર મૂલ્ય વધારવામાં આવ્યા. સોયાબિનના ખેડૂતોને ફાયદો થશે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસને છૂટ આપી દેવાઈ છે. તેનાથી વિદેશોમાં પણ ભારતના ચોખા અને પ્યાજની માગ વધી છે. તેનાથી પણ દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.