Western Times News

Gujarati News

હવે પ્રભાસ પણ હોરર કોમેડી ‘રાજા સાબ’ કરશે

મુંબઈ, આજકાલ હોરર કામેડી જોનર ફિલ્મ મેકર્સ અને ઓડિનયન્સ બંનેને બહુ પસંદ પડી રહ્યો છે. એક પછી એક હોરર કામેડી ફિલ્મો આવી રહી છે અને તે સફળ પણ થઈ રહી છે, તેથી ફિલ્મ મેકર્સ માટે પણ એક લોભામણી સ્ટાઇલ બની રહી છે. દરેકને તેમાંથી કમાઈ લેવાની ગણતરી હોય છે, ત્યારે હવે આ જ ટ્રેન્ડમાં આગળ વધવા પ્રભાસ પણ ‘રાજા સાબ’ નામની હોરર કામેડી ફિલ્મ કરવા જઈ રહ્યો છે.

હોલિવૂડમાં તો હોરર ફિલ્મો પહેલેથી સફળ ફિલ્મોની યાદીમાં આવતી રહી છે, જેમાં ફિલ્મ પાછળ ઓછો ખર્ચ અને કમાણી વધુ હોય છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છેલ્લા થોડાં વખતથી હોરર કામેડીની સફળતાની મજા લઇ રહી છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ‘સ્ત્રી ૨’ જેવી ઓછા બજેટની ફિલ્મ ‘જવાન’ જેવી ફિલ્મના રેકોર્ડ પણ તોડી નાખશે.

ટલિવૂડમાં પણ પોતાની હોરર કોમેડી ફિલ્મો છે, જે ઘણી સફળ રહી છે, જેમકે ‘કંચના’, ‘રાજુ ગરી ગાધી’, આ ફિલ્મોએ સાઉથની ઇન્ડસ્ટ્રીમાં એક નવી કેડી કંડારી છે. હિન્દીમાં હોરર કોમેડી ફિલ્મોમાં હજુ સુધી કોઈ મોટા સુપર સ્ટાર આવ્યા નથી. ત્યારે ‘બાહુબલી’, અને ‘કલકી’ જેવી સફળ ફિલ્મો પછી પ્રભાસ એક હોરર કામેડી ફિલ્મ ‘રાજા સાબ’માં કામ કરશે એ જાણીને ફિલ્મ રસિકો ઘણા ઉત્સુક છે.

કારણ કે આ એક પૅન ઇન્ડિયા રિલીઝ હશે. ‘કલકી ૨૮૯૮ એડી’ પહેલાં આવેલી પ્રભાસની બંને ફિલ્મો ‘આદિપુરુષ’ અને ‘રાધે શ્યામ’ ખાસ ચાલી નથી. તેથી પ્રભાસે પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા પોતાની ફીમાં પણ થોડો ઘટાડો કર્યાે હતો.

ત્યારે હવે તેના આ ફિલ્મ કરવાના નિર્ણયથી તે કદાચ ફિલ્મનો નફો વધારી શકે છે. આ ફિલ્મમાં માલવિકા મોહનન અને સંજય દત્ત પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું કામ સપ્ટેમ્બર ૨૦૨૩થી શરૂ થયું હતું.

ફિલ્મ મેકર્સની અપેક્ષા છે કે તેમાં સ્ટાર પાવર હોવાથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી ચાલશે. હોરર કોમેડી ફિલ્મ હાલ લોકોને પસંદ પડી રહી છે, ત્યારે તેમાં પ્રભાસ આવવાથી કમાણીના નવા રેકોડ્‌ર્ઝ બનશે, તેવી મેકર્સની અપેક્ષા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.