Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલમાં ૩ વખત ભાગ લીધો, બોલિવુડમાં ગીત ગાવાની તક મળી

મુંબઈ, આજે આપણે એક એવા ગુજરાતી સિંગર વિશે વાત કરીશું, જેનો જન્મ વડોદરામાં થયો છે. સિંગર ભૂમિ ત્રિવેદીએ એક ટીવી શોથી લઈ બોલિવુડમાં મોટું નામ કમાયું છે. ભૂમિના અવાજના આજે ગુજરાતથી લઈ બોલિવુડમાં લાખો ચાહકો છે.

ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીના પરિવાર વિશે તેમજ તેના સંગીત કરિયર વિશે જાણીએ.વડોદરાની દિકરી ભૂમિ ત્રિવેદીની ગણતરી આજે બોલિવુડના ટોપના સિંગરમાં થાય છે. ભૂમિ બોલિવુડ સાથે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ ખુબ ફેમસ છે. ભૂમિનો અવાજ આજે લાખો ચાહકોને ગમી રહ્યો છે.

ભૂમિ ત્રિવેદી ગુજરાતના વડોદરાના સંગીત પરિવારમાંથી આવે છે. જ્યારે તે ૮મા ધોરણમાં હતી ત્યારે તેણે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેણીના પિતા રેલ્વે કર્મચારી છે જેઓ ગાવાના શોખીન છે અને તેણીની માતા લોક ગાયિકા છે. તેની મોટી બહેન એન્જિનિયર અને ભરત નાટ્યમમાં ફેમસ છે.

૨૦૦૭માં ભીમિને ઈન્ડિયન આઈડલ ૩ માટે ઓડિશનમાંથી પસંદ કરવામાં આવી હતી, જો કે તે કમળાથી પીડિત હોવાથી શો છોડી દીધો હતો. પછીના વર્ષે તેણીને ફરીથી ઈન્ડિયન આઈડલ ૪ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેની કાકીનું કેન્સરને કારણે મૃત્યુ થયું હોવાથી તેણે ફરીથી શો છોડવો પડ્યો હતો.

ભૂમિને એક સિંગર તરીકે મોટું નામ કમાવવા માટે ખુબ મહેનત કરી છે.ઈન્ડિયન આઈડલ ૫માં પાછી ફરી એન્ટ્રી કરી જ્યાં તેણી રનર-અપ રહી હતી. ભૂમિ ત્રિવેદીએ તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ૨૦૧૨માં આવેલી ફિલ્મ પ્રેમ માયીથી કરી હતી.

જોકે, સંજય લીલા ભણસાલીની ૨૦૧૩માં રિલીઝ થયેલી ફિલ્મ ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલાથી ફેમસ થઈ હતી,બોલિવૂડ ગીતો સિવાય રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોનું ગીત ‘વાગ્યો રે ઢોલ’ સહિત અનેક ગુજરાતી ફિલ્મો માટે પણ રેકો‹ડગ કર્યું હતું.

ભૂમિ વડોદરાની રહેવાસી છે, તેણે કહ્યું કે અંગત સમસ્યાઓના કારણે તેને ઈન્ડિયન આઈડલ સીઝન ૩ અને સીઝન ૪ બંનેમાંથી બહાર થવું પડ્યું, પરંતુ હાર ન માનતા તેમણે સીઝન ૫ માં ફરીથી ઓડિશન આપ્યું હતુ. અહિથી ભૂમિ ત્રિવેદીએ મોટું નામ કમાયું છે.

રામ લીલાનું ટાઈટલ ટ્રેક લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ એ જ ગીત છે જેણે તેને ઓળખ અપાવી છે. ભૂમિએ કહ્યું કે ભણસાલી સાથે કામ કરતી વખતે, જ્યારે મને ખબર પડી કે આ ગીત પ્રિયંકા ચોપરા પર ફિલ્માવવામાં આવશે ત્યારે હું ખૂબ જ ખુશ હતી.ભૂમિ ત્રિવેદીના ગરબા પણ ખુબ ફેમસ છે.તમને જણાવી દઈએ કે, ભૂમિએ ગુજરાતી સહિત બોલિવુડ , બંગાળી અને મરાઠીમાં પણ પોતાનો અવાજ આપી ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.