Western Times News

Gujarati News

PMના જન્મદિવસે 1.11 લાખ વૃક્ષ લગાવાયાઃ AMCનું મિશન થ્રિ મિલિયન ટ્રીઝ અભિયાન પૂર્ણ

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરના ગ્રીન વર વધારવા માટે ચાલુ વર્ષે અ.મ્યુ.કો. દ્વારા મીશન થ્રિ મિલીયન ટ્રીઝ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં અંતર્ગત ૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષ રોપા લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શહેરના ધારાસભ્ય, કોર્પોરેટર, મ્યુનિસિપલ અધિકારીઓ, સામાજિક સંસ્થા અને શહેરીજનો એ ઉમેળકાભેર ભાગ લઈ અભિયાન પૂર્ણ કર્યું છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ ભાઈ દાણીના જણાવ્યા મુજબ વડાપ્રધાન દ્વારામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે શહેરનાં કુલ ૧૪૩ પ્લોટને પસંદ કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ માટે જમીન તૈયાર કરવા, ડેબ્રીઝ દુર કરી લેવલીંગ કરવા તેમજ અન્ય વિગેરે કામગીરી માટે કુલ ૨૫ જેસીબી મશીન અને પપ ડમ્પર દ્વારા મોટા પાયે કામગીરી કરી હતી.

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન ના રોજ મીશન શ્રી મિલીયન ટ્રીઝ ૧૦૦ દિવસના અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. શહેરીજનો આ અભિયાનમાં જોડાય તે હેતુથી મેયર અને મ્યુનિ. કમિશનર દ્વારા પર્યાવરણ પ્રેમી, શહેરીજનો, સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓનો સહયોગ મેળવવામાં આવ્યો હતો.

ગાંધીનગર લોકસભાને હરીયાળી બનાવવા માટે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા માન, સંસદ સભ્યશ્રી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ગાંધીનગર લોકસભાના વિસ્તારમાં દરેક સોસાયટીના ચેરમેનને પત્ર લખી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે જાણ કરવામાં આવે છે.

શહેરીજનો વધુને વધુ વૃક્ષારોપણમાં ભાગ લઇ શકે તે માટે અ.મ્યુ.કો. દ્વારા બગીચા ખાતા દ્વારા લોડીંગ ટેમ્પા દ્વારા ઘરે ઘરે જઈને વૃક્ષારોપણ કરવામાં આવેલ અને રોપા આપવામાં આવ્યા છે.

આ અભિયાનમાં ૭૦૦ થી વધારે સોસાયટીઓ, ૧૪૩ પ્લોટોમાં, ૩૬૯ રોડ પર તેમજ વિવિધ શાળાઓ, બગીચાઓ, તળાવો, સરકારી કેમ્પસ તેમજ શહેરમાં આવેલ અન્ય જગ્યાઓ પર મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે.

શહેરમાં ઝોનવાઈઝ આંકડા જોવામાં આવે તો પૂર્વ ઝોનમાં ૭૩૩૨૨૮, દક્ષિણ ઝોનમાં ૭૨૫૪૨૨, પશ્વિમ ઝોનમાં ૩૯૪૧૬૫, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૮૭૫૮૧, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩૬૮૨૧૫, ઉત્તર ઝોનમાં ૩૧૭૫૬૮, મધ્ય ઝોનમાં ૨૨૦૧૩ તથા સાબરમતી રિવરફ્રન્ટ પર ૫૦૦ મળી કુલ ૩૦,૦૦૯,૯૨ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં થયેલ વૃક્ષારોપણ માટે સ્થળોનું Jio Tagging કરવામાં આવેલ છે.

અને તેની જાળવણી માટે પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી તેને મહત્તમ સર્વાઇવલ બની શકે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ ૫ જૂન ૨૦૨૪ વિશ્વ પર્યાવરણ દિન ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ્દહસ્તે મીશન થ્રિ મિલિયન ટ્રીઝ અભિયાનની શરૂઆત કરી હતી અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ “મીશન ્‌સ્ ્‌િીજ અભિયાન માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દીને ૧, ૧૧,૦૦૦ વૃક્ષો લગાવી લક્ષાંક પૂર્ણ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.