Western Times News

Gujarati News

અમદાવાદમાં વિવિધ સ્થળોએ AMC દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

(પ્રતિનિધિ)અમદાવાદ ભારત સરકાર દ્વારા રજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરવા અને પૂ. બાપુને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનને તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે..

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં ૦૭ ઝોનનાં વિવિધ વિસ્તારોમાં જનભાગીદારી થકી સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છ અમદાવાદ માટે જાહેર જનતા – નાગરિકોની સહભાગીદારી અને ભાગીદારોની ગતિશીલતા થકી મેગા ક્લીનીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અંતર્ગતની થીમ હેઠળ બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનોની સફાઈ ઝુંબેશ કાર્યક્રમો ૦૭ ઝોનના ૪૮ વોર્ડમાં કરવામાં આવ્યો હતો.જેમાં શહેરભરમાંથી કુલ ૩૮ મોટા બસ સ્ટેશનો, ૭૭ બસ સ્ટોપ, ૮ રેલ્વે સ્ટેશનો, ૧૯ રીક્ષા સ્ટેંડો, ૬ સાયકલ સ્ટેન્ડ અને ૩૬ જેટલા પાર્કગ એરીયાઓ આવરી લેવામાં આવેલ હતા. શહેરભરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરીકો, બ્રાન્ડ એમ્બેસેડરો, ધાર્મિક આગેવાનો, સેલ્ફ હેલ્પ ગ્રૂપ, વિધાર્થીઓ, માર્કેટ એસોસિએશનો સહિત કુલ ૪૩૫૬ જેટલા લોકોએ શ્રમદાન કર્યું હતું. અને શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

શહેરના શ્યામલ માતાનાં મંદીર, ઓઢવ ખાતે શહેર કક્ષાનો સ્વચ્છતા કાર્યક્રમ મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન, પક્ષનાં નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ અને મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમની સાથે-સાથે ઓઢવ વોર્ડમાં નવી ડોર ટુ ડોર સિસ્ટમ હેઠળનાં વાહનોને ફ્‌લેગ ઓફ કરવામાં આવેલ. સફાઇ ઝુંબેશ અંતર્ગતનાં સદર કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., સંગઠનો, શાળાનાં બાળકો અને કોર્પોરેશનનાં કર્મચારીઓ મળીને આશરે કુલ ૧૨૦૦ જેટલા વ્યક્તિઓએ ભાગ લઈ શ્રમદાન કરેલ હતું.

‘માય સીટી માય પ્રાઇડ’ અંતર્ગત અ. મ્યુ. કો. મધ્ય ઝોનના જમાલપુર વોર્ડ ખાતેના જમાલપુર દરવાજા થી જમાલપુર અંડરબ્રીજ શાકમાર્કેટ સુધીના વિસ્તારની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં અ. મ્યુ. કો. ના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી, આસી. મ્યુનિ. કમિશનરશ્રી, ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી સહિત અ. મ્યુ. કો. નો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નો સ્ટાફ, સફાઈ કર્મચારીઓ ,ઉપરાંત વિવિધ NGO, સખી મંડળો સહિત નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.