Western Times News

Gujarati News

બે વિધર્મીઓએ હિન્દુ હોવાની ખોટી ઓળખ આપી બે સગીર બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ બે સગી સગીર વયની બહેનોને હિન્દૂ હોવાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી સગીરાઓ ઉપર દુષ્કર્મ આચરતા પોલીસે બંને વિધર્મીઓની અટકાયત કરી બંને સામે સામે બળાત્કાર,અપહરણ,પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના કાવી પોલીસ મથકમાં ભોગ બનાનરના વાલીએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત તારીખ ૦૯-૦૯-૨૦૨૪ રાત્રીના કોઈ અજાણયા ઈસમો ફરિયાદીની બંને સગીર વયની દીકરીઓનું અપહરણ કરી લઈ ગયા હોય જે અંગે અપહરણ અને ગુમશુદાની ફરિયાદ નોંધાઈ હતી.

જે તપાસ દરમ્યાન ૧૩-૦૯-૨૦૨૪ ના રોજ સગીરાઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળતા સગીરાઓની પૂછપરછમાં આરોપી શાહરુખ પઠાણ તથા સાજીદ પટેલ નાઓએ મુસ્લિમ સંપ્રદાયના હોવા છતાં

એક યુવકે કિશન તથા સુનિલ તરીકેના નામ ધારણ કરી ખોટી ઓળખ આપી સગીરાઓનું અપહરણ કરી ગયા હોય અને સગીરાના નું અપહરણ કરનાર કિશન ઉર્ફે શાહરુખ ઐયુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજીદ શબ્બીર પટેલ બંને રહે.શનિયાનો વડ નવી નગરી જંબુસર નાઓએ ફરિયાદીની અનુસૂચિત જાતિની સગીરાઓ ને અપહરણ કરી પ્રેમજાળમાં ફસાવી હિન્દૂ તરીકેની ઓળખ આપી

સગીરાઓને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોય તેવું તપાસમાં બહાર આવતા આખરે બંને વિધર્મી કે જેઓએ હિન્દૂ તરીકેના નામ ધારણ કર્યા હોય તેવા નરાધમો ઉપર અપહરણ,બળાત્કાર,પોક્સો તથા એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેની ઘરપકડ કરવામાં આવતા બંને ને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી નરાધમોએ હજુ ખોટા નામની ઓળખ આપી કેટલી સગીરાઓ અને યુવતીઓને ભોગ બનાવી છે તેવી માહિતી ઉકેલવા માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

વિધર્મીઓ પોતાની ઓળખ છુપાવી હિન્દૂ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી કિસ્સાઓ સામે આવ્યા છે.હાલમાં જંબુસર તાલુકામાં આવા બે વિધર્મીઓએ હિન્દૂ તરીકેના નામ ધારણા કરી સગીરાઓ અનુસૂચિત જાતિની હોવાનું જાણ હોવા છતાં બંને સગી બહેનો નું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.જેના પગલે પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક હિન્દૂ તરીકેના નામ ધારણ કરનાર વિધર્મી શાહરુખ અને સાજીદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભરૂચમાં સ્ટેશન સર્કલ નજીકનો રહીશ વિધર્મી આરવ બની અનુસૂચિત જાતિની યુવતીને પ્રેમજાળમાં ફસાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ પ્રકરણમાં ભોગ બનનારને આરવ વિધર્મી છે તેવું ભાન થતા તેણીએ ભરૂચ પોલીસ મથકમાં બળાત્કાર અને એટ્રોસીટીની ફરીયાદ નોંધાવી હતી અને હજુ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.