લેબનોનમાં પેજર-વાકી ટાકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ
બૈરુત, સતત બીજા દિવસે લેબનાનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા. આ વખતે બ્લાસ્ટ માટે વાકી-ટાકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બુધવારે સતત બીજા દિવસે લેબનાનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા.
આ વખતે બ્લાસ્ટ માટે વાકી-ટાકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા અને ૪૫૦ થી વધુ ઘાયલ થયા છે. નોંધનીય છે કે એક દિવસ અગાઉ ૧૭ સપ્ટેમ્બરે લેબનાનમાં હજારો પેજરમાં બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા હતા અને ૨,૮૦૦થી વધુ ઘાયલ થયા હતા.
આ રીતે લેબનોનમાં ૨ દિવસમાં ૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. લેબનાનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના આતંકીઓ એકબીજા સાથે વાતચીત કરવા પેજર અને વોકી-ટોકીનો ઉપયોગ કરે છે. હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.
પેજર બ્લાસ્ટમાં હિઝબુલ્લાના સાંસદના પુત્રનું મોત થયું છે. અંતિમયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સમાં વાકી-ટાકી વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બેરૂતમાં ઘરો પર લગાવવામાં આવેલી સોલાર સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવી હતી.
બુધવારે બપોરે અચાનક થયેલા આ વિસ્ફોટોથી લોકો ભયભીત થયા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરમાં અનેક સોલર સિસ્ટમમાં વિસ્ફોટ થતાં એક પરિવારના પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પેજર વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોતની પુષ્ટી થઈ છે, ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ છે. જ્યારે વોકી-ટોકી વિસ્ફોટોમાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા અને ૪૫૦ થી વધુ ઘાયલ થયા હતા.
બુધવારના વિસ્ફોટો પછી હિઝબુલ્લાએ ઇઝરાયલ પર આરોપ મૂક્યો હતો, પરંતુ ઇઝરાયલે કોઈ સીધી ટિપ્પણી કરી ન હતી. જો કે, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે બુધવારે થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યાે હતો.
તેમણે કહ્યું, ‘આ યુદ્ધમાં આપણે નવા યુગની શરૂઆતમાં છીએ એક રિપોર્ટ અનુસાર, લેબનાનમાં હિઝબુલ્લાહના અધિકારીઓએ ફિંગરપ્રિન્ટ મશીન અને સોલાર સિસ્ટમમાં પણ બ્લાસ્ટ થયાની જાણ કરી છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં વિસ્ફોટની ઘટના જોવા મળી રહી છે.
અહેવાલો અનુસાર કેટલાક વિસ્ફોટો એવા સ્થળોએ પણ થયા હતા જ્યાં પેજરના વિસ્ફોટોમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ લડવૈયાઓને દફનાવવામાં આવી રહ્યા હતા. આ સિવાય હિઝબુલ્લાહે ફિંગરપ્રિન્ટ મશીન અને સોલાર સિસ્ટમમાં પણ બ્લાસ્ટ કર્યાની જાણ કરી હતી. આ વિસ્ફોટોમાં લગભગ ૯ લોકોના મોત અને સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.SS1MS