Western Times News

Gujarati News

ભરૂચમાં વકફ બોર્ડના નામે ચાલતા જમીન કૌભાંડનો પર્દાફાશ

(એજન્સી)ભરૂચ, ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વકફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ બાબતે બીલ રજૂ કરવાનું મુખ્ય ઉદ્દેશ આવા કૌભાંડો ઉપર પણ રોક લગાવવાનો હતો.

જો વકફ બોર્ડનું બિલ પાસ થાય તો તમામ ગેર કાયદેસર રીતે જમીન કૌભાડ જે આચરવામાં આવે છે તેના પર રોક મહંદ અંશે રોક લાગી જાય.

વકફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વમ્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં ૮ ગુના નોંધાયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૬ ગુના નોંધાયા છે. અંકલેશ્વર જીઆઈડીસી, નબીપુર પોલીસ સ્ટેશનમાં ૧-૧ ગુનો નોંધાયો છે.

મહત્વનું છે કે, આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો છે. વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે. વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે. ૨૨ ડિસેમ્બર ૨૦૨૩થી ૨૯ ઓગસ્ટ ૨૦૨૪ વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાનાબાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી, તેને ૬ કેસમાં મુકેશ જૈન કૌભાંડના ૫ કેસમાં, ઈકબાલ ડેરૈયા કૌભાંડના ૩ કેસમાં, ધનજી ડોબરિયા એક કેસમાં તેમજ હાજી અલી આદમ બંદુકવાલા પણ એક કેસમાં સંડોવણી બહાર આવી છે.

જીતાલી તથા કોસમડી વકફ જમીન પ્રકરણમાં વધુ જીતાલી ગામના એક ટ્રસ્ટીની બી ડિવિઝન પોલીસે મુંબઈ એરપોર્ટ ઉપર થી ધરપકડ કરી. ઝામ્બીયાથી પરિવાર સાથે ભારત આવી રહ્યા હતા. જેઓ સામે પાંચ જેટલા ગુનાઓ અંકલેશ્વર બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા છે. અંકલેશ્વર નામદાર સેશન કોર્ટમાં રજૂ કરતા ૨ દિવસનાં રિમાન્ડ મેળવ્યા.

અંકલેશ્વર તાલુકાના જીતાલી તથા કોસમડી ગામમાં આવેલી વકફ જમીનોમાં વેચાણ તેમજ ભાડા કરાર બાબતે ખોટા દસ્તાવેજોના આધારે વકફ જમીનો વેચી મારવાના કૌભાંડમાં રોજ નવા નવા ફણગાઓ ફૂટી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.