Western Times News

Gujarati News

USAના ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યાં

મિશિગન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મિશિગનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. તેઓ તેમના કામમાં ખૂબ જ સારા છે.

આ દરમિયાન ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારત અમેરિકા સાથે વેપાર સંબંધોનો દુરુપયોગ કરી રહ્યો છે. વાસ્તવમાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને ભારત સાથે મુક્ત વેપારને લઈને પર સવાલ કરવામાં આવ્યો હતો. આના પર તેમણે કહ્યું કે, ભારત આયાત પર ખૂબ જ ઉંચો ટેક્સ લગાવે છે.

જો હું રાષ્ટ્રપતિ બનીશ તો અમેરિકામાં ‘રિસિપ્રોકલ ટ્રેડ પોલિસી’ લાગુ કરીશ. એટલે કે આયાત માટે દેશ અમારા પર જે પણ ટેક્સ લગાવશે, અમે પણ તે જ પ્રમાણે તેમની પાસેથી ટેરિફ તેની વસૂલીશું. જો કોઈ દેશ ૨૫૦ ગણો ચાર્જ વસૂલે છે, તો અમે પણ તે જ પ્રમાણે ટેક્સ લગાવીશું.

આનાથી કાં તો તે દેશ સાથે સમજૂતી થશે અને મુક્ત વેપાર શરૂ થશે અથવા તો આયાત દ્વારા અમેરિકામાં આવનારી આવકમાં વધારો થશે. વાસ્તવમાં, પીએમ મોદી ૨૧ સપ્ટેમ્બરના રોજ ૩ દિવસની અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે.

આ દરમિયાન તેઓ ક્વાડ સમિટમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં ચીનનો સામનો કરવા માટે રચાયેલી ક્વાડ સંસ્થાની બેઠક આ વર્ષે ભારતમાં યોજાવાની હતી. પરંતુ ક્વાડ સમિટની યજમાની કરવાનો વારો ભારતે આ વખતે બદલીને અમેરિકા પાસેથી લઈ લીધો છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ભારત ૨૦૨૫માં ક્વાડની યજમાની કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.