Western Times News

Gujarati News

અતિવૃષ્ટિગ્રસ્તોને નિયમાનુસાર કે વધુ સહાય પહોંચાડો: મુખ્યમંત્રી

અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને બે મુદ્દે વિગતો ચર્ચા પણ થઈ છે અને મુખ્યમંત્રી કક્ષાએથી તે દિશામાં તાકીદે આમલ કરવા માટેના આદેશો પણ જારી કરાયાં છે. જેમાં મુદ્દો (૧) તાજેતરના વરસાદમાં ગુજરાતના જે જિલ્લા, તાલુકા કે ગામમાં જમીન-મકાન કે, ખેતી ક્ષેત્રે જે નુકશાન થયું છે.

તેનું તાત્કાલિક સર્વે પૂરું કરાવીને અસરગ્રસ્તોને એસડીઆરએફ-એનડીઆરએફના નિયમો મુજબ મળવાપાત્ર સહાય પહોંચાડો, જરુર પડે તો, સરકારના બજેટમાંથી પણ આ નિયમો ઉપરાંતની સહાય આપવા માટેનું એક ખાસ પેકેજ તૈયાર કરીને પણ અસરગ્રસ્તોની સહાય કરો.

મુદ્દો (૨) નવેમ્બર-ડિસેમ્બરમાં જિલ્લા, તાલુકા, ગ્રામ અને નગરપાલિકાઓ અર્થાત સ્તાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે વિસ્તારના પ્રભારી મંત્રીઓ જે તે વિસ્તારોની વિકાસ યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહુર્ત કરવાની તાકીદે શરુઆત કરે. સામાન્ય રીતે મંત્રીમંડળની બેઠક બુધવારે સવારે થતી હોય છે પણ આ વખતે રી-ઈન્વેસ્ચટ સમિટ-૨૦૨૪ના સમાપન પ્રસંગે દેશના ઉપ રાષ્ટ્રપતિ ધનખડે સવારે મહાત્મા મંદિરમાં ઉપસ્થિત હોવાથી મુખ્યમંત્રી, સવારે મંત્રીમંડળની બેઠક સવારે યોજી શક્યા ન હતા. જે સાંજે યોજાઈ હતી.

દરમ્યાનમાં ૧૬મીએ ગુજરાત મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં અસર પામેલાઓને તાકીદની સહાય બાબતે સરકારને માર્ગદર્શન આપ્યું હોવાથી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આ બાબતે ચર્ચાની સાથોસાથ આદેશ અપાયા છે.

ગુજરાતમાં ચોમાસાની આ સિઝન દરમ્યાન રાજ્યની કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં સરેરાશ ૧૨૫ ટકા વરસાદ પડ્યો છે અર્થાત ૨૫ ટકા વરસાદ વધુ પડ્યો છે. જેમાં કચ્છમાં ૧૮૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૭૮ ટકા, ઉત્તર ગુજરાતમા ૧૦૭.૬૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૨૧.૧૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પણ ૧૨૯.૪૭ ટકા વરસાદ પડ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.