Western Times News

Gujarati News

પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ કેમ્પસમાં હેલ્થકેરમાં AI વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ, પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ ખાતે હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરીને વિદ્યાર્થીઓના સશક્તિકરણ અને માર્ગદર્શનને પ્રોત્સાહન આપવાની તેની કટીબદ્ધતા દર્શાવી હતી.

ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન (જીએસબીટીએમ) દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમના માધ્યમથી વ્યવસાય અને શિક્ષણક્ષેત્રના નિષ્ણાંતો એક પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત થયા હતાં તથા તેમને હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં એઆઈના સંભાવિત લાભો વિશે ચર્ચા કરવાનીતક મળી હતી.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સતત વધતા વ્યાપને લક્ષ્યમાં રાખીને પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ કેમ્પસમાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો, જયાં વિદ્યાર્થીઓને એઆઈના લાભો અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરાયા હતા, આ સેમીનારમાં ૧૧૭ સહભાગીઓએ ભાગ લીધો હતો તથા રાષ્ટ્રીય-સ્તરની સ્પર્ધામાં ૭ર ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. આ પ્રેઝન્ટેશનમાં હેલ્થકેર ક્ષેત્રમાં કેવી રીતે એઆઈને એકીકૃત કરી શકાય તેના વિશે નવા સંશોધન અને દ્રષ્ટિકોણ રજૂ કરાયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.