Western Times News

Gujarati News

ક્વાડ નેતાઓએ પીએમ મોદીની કરી પ્રશંસા

ઓસ્ટ્રેલિયન પીએમએ કહ્યું કે, હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના ડેલાવેરમાં યોજાયેલી ક્વાડ સમિટમાં, ક્વાડના (QUAD) નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં તે હિંદ મહાસાગરમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવી છે. તે જ સમયે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમેરિકાએ પણ ભારતના અનુભવોમાંથી ઘણું શીખવાની જરૂર છે. જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે, તેઓ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના સંગઠનને સમર્થન આપશે.

સમિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્વાડ કોઈની વિરુદ્ધ નથી પરંતુ તે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વના પક્ષમાં છે. મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક અમારી પ્રાથમિકતા છે. અમે બધા નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના સમર્થનમાં છીએ.

અમે સાથે મળીને આરોગ્ય સુરક્ષા, નિર્ણાયક અને ઉભરતી તકનીકો, આબોહવા પરિવર્તન, ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ઘણી સકારાત્મક અને સમાવિષ્ટ પહેલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ક્વાડના નેતાઓ અહીં એવા સમયે એકઠા થયા છે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. આવા સમયે, ક્વાડ માટે તેના લોકતાંત્રિક મૂલ્યો સાથે મળીને કામ કરવું સૌથી મહત્વપૂર્ણ છે.

અમારો સંદેશ સ્પષ્ટ છે કે ક્વાડ રહેશે. વાસ્તવમાં પીએમ મોદીનો આખો ઈશારો ચીન તરફ હતો. ચીન સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર સાર્વભૌમત્વનો દાવો કરે છે, જ્યારે વિયેતનામ, મલેશિયા, ફિલિપાઈન્સ, બ્રુનેઈ અને તાઈવાન પણ તેનો દાવો કરે છે.

વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ઊેંછડ્ઢ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.