Western Times News

Gujarati News

તહેવારો પહેલાં જ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ભડકો

(એજન્સી)અમદાવાદ, હાલ મોંઘવારીમાં માણસ ચારેતરફથી ભીંસાઈ રહ્યો છે. કમરતોડ મોંઘવારીમાં લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઘરના બજેટમાં તેલ, શાકભાજી કે પછી અન્ય વસ્તુઓમાં કાપ મૂકવો તે ગૃહિણીઓને સમજવું મૂંઝવણભર્યું બની રહ્યું છે. આવામાં હવે તેલના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.

સરકારના એક નિર્ણયથી ખાદ્ય તેલોના ભાવમા આસમાની વધારો થયો છે. તેમાં પણ કપસિયા તેલમાં સીધો ૪૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

સરકારે ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધતા ભાવમાં તોતિંગ વધારો થયો છે. તહેવારો પહેલાં ખાદ્ય તેલમાં ૩૫૦થી ૪૦૦ રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૦૦૦ને પાર પહોંચ્યો છે. ખૂલતા બજારે ૧૭૦૦ રૂપિયાના બદલે કપાસિયા તેલનો ભાવ ૨૦૫૦ રૂપિયાએ પહોંચ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ ૧૯૦૦ રૂપિયા થયો છે.

કપાસિયા તેલનો ૧૫ લીટરનો ડબ્બો જે પહેલા ૧૭૦૦ રૂપિયામાં આવતો હતો, તે હવે ૨૦૫૦ રૂપિયાના ભાવે મળી રહ્યો છે. સનફ્લાવર તેલના ૧૫ લીટરનો ડબ્બો જે પહેલા ૧૭૦૦ રૂપિયામાં આવતો હતો તે હવે ૨૦૫૦ રૂપિયાના ભાવે મળી રહ્યો છે. પામ ઓઇલના ૧૫ લીટરનો ડબ્બો જે પહેલા ૧૫૦૦ રૂપિયામાં આવતો હતો તે હવે ૧૯૦૦ રૂપિયાના ભાવે મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત ઉપર ડ્યુટી વધારતા તેલના ભાવમાં વધારો થયો છે. તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં ૩૫૦ થી ૪૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તેલના ભાવમાં વધારો થતા મધ્યવર્ગી પરિવારમાં બજેટ ઉપર અસર પડી રહી છે. ખરીફ સીઝનમાં તેલિબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેનું ઉલટુ પરિણામ એ આવ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયા. આયાત ડ્યુટી વધતા તેલ વધુ મોંઘુ થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.