Western Times News

Gujarati News

દારૂની મહેફિલ માણી રહેલા 9 નશાખોરો વસ્ત્રાપુરમાંથી પકડાયા

(એજન્સી)અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી દારૂની મહેફિલ પકડાઈ છે. જ્યાં ૫ દારૂની બોટલ સાથે ૯ નશાખોરો ઝડપાયા છે. વસ્ત્રાપુરના ગોયલ ઈન્ટરસિટીમાં પોલીસે દરોડા પાડ્‌યા હતા. જ્યારે ૧૨ મોબાઇલ સહિત રૂ.૨.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે તમામ નબીરાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વસ્ત્રાપુરમાં ગોયલ ઈન્ટરસિટીમાં ૯ શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એ જ દરમિયાન બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને દારૂની ૫ બોટલ સાથે તમામને પકડી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, મકાન માલિક અભિષેક લોઢાની દીકરીનો જન્મ દિવસ હતો.

આથી અભિષેક લોઢાએ પોતાના ૮ મિત્રોને દારૂની પાર્ટી આપી હતી. આ દરમિયાન પોલીસે રંગમાં ભંગ પાડ્‌યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે તમામ આરોપીઓ અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા છે. બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે ગોયલ ઈન્ટરસિટીના ફ્‌લેટ નંબર ૪૩માં દરોડા પાડ્‌યા હતા. ઘરના એક રૂમમાં ૯ લોકો દારૂ પીતા ઝડપાયા હતા. જ્યારે પોલીસે ૫ બોટલો અને ૧૨ મોબાઇલ સહિત રૂ.૨.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જ્યારે તમામ નબીરાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે દારૂની મહેફીલ માણતા અભિષેક સુમેરરાજ લોઢા, પ્રિયમ નિતિન કુમાર પટેલ, કવિત બંજરંગ અગ્રવાલ, રાજ પરાગ વસા, આદિત્ય હરીપ્રકાશ ગોયનકા, આશીલ જીગીશ શાહ, આગમ પંકજ શાહ, મૌલિક કિશોર બંસલ અને નિશાંત પ્રકાશ દેસાઈ નામના નબીરાને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.