Western Times News

Gujarati News

ઇન્ટરનેશનલ એમી એવોડ્‌ર્ઝ ૨૦૨૪માં ‘ધ નાઇટ મેનેજર’ નોમિનેટ થઈ

મુંબઈ, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને શોભિતા ધુલીપાલા જેમાં મુખ્ય રોલમાં હતા એવી સિરીઝનું ભારતીય વર્ઝન ‘ધ નાઇટ મેનેજર’ને ઇન્ટરનેશનલ એમી એવોર્ડઝ ૨૦૨૪ માટે ડ્રામા સિરીઝ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ગુરુવારે ન્યૂયોર્કમાં થયેલી નોમિનીઝની જાહેરાત મુજબ ૧૪ કેટેગરીમાં ભારતની આ એક માત્ર એન્ટ્રી છે.

આ સિરીઝ સંદીપ મોદી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી, જે જોહ્ન લે કેરીની નોવેલ અને આ જ નામના બ્રિટિશ શો, જે ટોમ હિડલસ્ટોન, હ્યુ લોરી અને ઓલિવિઆ કોલમેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો હતો, તેનું ઇન્ડિયન એડોપ્શન છે.

એમી એવોડ્‌ર્ઝમાં આ સિરિઝને ળેન્ચ શો ‘લેસ ગુટોઝ ડે ડ્યુઝ (ડ્રોપ્સ ઓફ ગોડ)’, ઓસ્ટ્રેલિયાની ‘ધ ન્યુઝરીડર – સીઝન ૨’ અને આર્જેન્ટિનાની સિરીઝ ‘અલ એપ્સિઆ અરેપેન્ટિડો સીઝન ૨’ સાથે સ્પર્ધામાં રહેવું પડશે.

આ સિરીઝમાં શેલી રુંગ્ટા નામના બિઝનેસમેન અને આર્મ ડીલરનું પાત્ર ભજવતા અનિલ કપૂરે પોતાની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું,“મને હમણાં જ ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે અમારું ‘ધ નાઇટ મેનેજર’નું ઇન્ડિયન વર્ઝન ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે.

મને યાદ છે, મને જ્યારે આ ઓફર મળી, ત્યારે હું મુંઝવણમાં હતો. તેણે મને એક જટિલ પાત્ર ભજવવાની તક આપી, ઉપરાંત હ્યુ લોરી દ્વારા ભજવાયેલા પાત્રને નવી રીતે અને છતાં ઓથેન્ટિક લાગે તે રીતે ભજવવાની જવાબદારી પણ હતી.

અમારી સિરીઝને દુનિયાભરના દર્શકો તરફથી મળેલા પ્રેમ ઉપરાંત એમિ દ્વારા નોંધ લેવાઈ તે અમને યાદ અપાવે છે કે સખત મહેનતનું ફળ મળે જ છે. ભવિષ્ય માટે હું અતિ ઉત્સુક અને વધારે કામ માટે ભુખ્યો છું.” ૨૫ નવેમ્બરે ન્યૂયોર્કમાં એમી એવોર્ડઝ્નું આયોજન થશે. ભારતનો પોપ્યુલર એક્ટર અને એન્કર વીર દાસ તેનું સંચાલન કરવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.